December 20th 2020

માતાની પાવનકૃપા

** importance-of-navratri-festival-in-gujarati - I am Gujarat**   

.          .માતાની પાવનકૃપા        

તાઃ૨૦/૧૨/૨૦૨૦                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધાનો સંગાથ રાખીને ભક્તિ કરતા,મળેલદેહ પર પરમાત્માની કૃપા થાય
પાવનરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યાં દુર્ગામાતાની પાવનકૃપા થઈ જાય
....એ નિર્મળરાહે ભક્તિ કરવા,માતાના ચરણમાં વંદન કરી આરતી અંજનાય કરાય.
થયેલ કર્મનો સંબંધ છે ને,જે અવનીપરના આવનજાવનથીજ અનુભવાય
કુદરતની આકૃપા અવનીપર થઈજાય,જે પશુપક્ષીપ્રાણીમાનવદેહથીજ દેખાય 
ભારતમાં પરમાત્મા અનેક પવિત્રદેહ લઈ,જગતમાં એધરતીને પાવન કરીજાય
માતા દુર્ગાની પાવનકૃપામળે અવનીપર,જ્યાં શ્રધ્ધાભાવથી માતાની પુંજાથાય
....એ નિર્મળરાહે ભક્તિ કરવા,માતાના ચરણમાં વંદન કરી આરતી અંજનાય કરાય.
માયામોહનો સંબંધ અવનીપરના આગમાનથી,ના જગતમાં કોઈથીય છટકાય
કર્મનીકેડી જીવને જન્મ મળતા મળીજાય,જે જન્મમરણના બંધન આપી જાય
નિર્મળભાવનાથી ભક્તિ કરતા માનવદેહને,જીવપર પરમાત્માનીકૃપા થઈ જાય
જે જીવનમાં સુખસાગર વહાવી જાય,નાઅપેક્ષા નાઅભિમાન દેહને મળી જાય
....એ નિર્મળરાહે ભક્તિ કરવા,માતાના ચરણમાં વંદન કરી આરતી અંજનાય કરાય.
*******************************************************************