December 12th 2020

અંજની પુત્ર

###રોજ કરો હનુમાનજી ના આ 12 નામોનો જાપ, આખું જીવન નહીં આવે કોઈ મુશ્કેલીઓ….. | હું ગુજરાતી###

.                         અંજની પુત્ર

તાઃ૧૨/૧૨/૨૦૨૦          પ્રદીપ બ્રહ્મભટ્ટ    

શ્રીરામના વ્હાલા ભક્ત હનુમાન,સંગે મહાવીર બજરંગબલી કહેવાય
પાવનકર્મની પવિત્રરાહે જીવતા,એ રામભક્ત મહાવીરથીય ઓળખાય
....અવનીપર આગમન માતા અંજનીથી થયુ,જયાં પવનદેવનો પ્રેમ મળી જાય.
કુદરતનીલીલા ભારતદેશ પર ન્યારી,જે પરમાત્માના અનેકદેહથી દેખાય
પવિત્ર હિંદુ ધર્મમાં ભગવાને જન્મ લઈ,માનવદેહથી એપવિત્ર કરી જાય
સમયને સમજી ચાલતા ધરતીપર,મળેલદેહને પવિત્રરાહ પણ મળી જાય
એજ કૃપા પ્રભુની મળે મળેલદેહને,જ્યાં શ્રધ્ધાભાવથીજઅ ભક્તિ કરાય
....અવનીપર આગમન માતા અંજનીથી થયુ,જયાં પવનદેવનો પ્રેમ મળી જાય.
રાજારાવણ રામની પત્ની સીતાજીનુ અપહરણ કરી શ્રીલંકામાં લાવીજાય
સમયને સમજી ચાલતા જીવનમાં,હનુમાનજી શ્રીરામને લંકામાં લઈ જાય
હનુમાનજી એમહાવીર થયા,માતા અંજનીનીકૃપા ને પિતા પવનનો પ્રેમ 
અજબશક્તિશાળી કૃપા મળી,જે પિતા પવનદેવનોજ અનંતપ્રેમ કહેવાય
....અવનીપર આગમન માતા અંજનીથી થયુ,જયાં પવનદેવનો પ્રેમ મળી જાય.
મળેલદેહને જગતપર કર્મનો સંબંધ મળે,જે જીવને સમજણથી પ્રેરી જાય
હનુમાનજીનુ અદભુત પાવનકર્મ થયુ,શ્રીરામ અને સીતાજીને મદદ કરાય
શ્રીલંકાના રાજાને અભિમાનનો સાથ થયો,એ તેમને ખોટારસ્તે લઈ ગયો
પાવનકર્મના સંગે જીવન જીવતા હનુમાનજીને,પરમાત્માનો પ્રેમ મળી જાય
....અવનીપર આગમન માતા અંજનીથી થયુ,જયાં પવનદેવનો પ્રેમ મળી જાય.
#############################################################