December 29th 2020

કીર્તન ભક્તિ

  ###કીર્તન – SATVA###
.            .કીર્તન ભક્તિ   
તાઃ૨૯/૧૨/૨૦૨૦             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રધર્મ હિંદુ કહેવાય જગતમાં,જ્યાં શ્રધ્ધા રાખીને પુંજન કરાય
પરમાત્માએ અનેક્દેહ ભારતમાં લીધા,એજ પવિત્રકૃપા પણકહેવાય
.....પવિત્રરાહે જીવન જીવવા મંદીર થયા,જ્યાં શ્રધ્ધાએ કીર્તન ભક્તિ કરાય.
મળેલ માનવદેહને પાવનરાહ મળે,જે પવિત્રભક્તિથીજ સમજાવાય
અનેક સ્વરૂપે ભારતમાં જન્મ્યા,જે હિંદુધર્મમાં આંગળી ચીંધી જાય
પાવનરાહે જીવવા મળેલ દેહથી વંદન કરી,જીવનમાં રાહ મેળવાય
આંગણે આવી કૃપા મળે પરમાત્માની,જ્યાં ધુપદીપથી પુંજન કરાય
.....પવિત્રરાહે જીવન જીવવા મંદીર થયા,જ્યાં શ્રધ્ધાએ કીર્તન ભક્તિ કરાય.
હિંદુ ધર્મમાં મળેલ માનવદેહને અનેક સ્વરૂપે દેહથી દર્શન કરાય
માનવતાની મહેંક પ્રસરે અવનીપર,જે અનેક ધર્મમાંય આનંદ થાય
પરમાત્માના અનેકદેહથી પધારી,સમાજને પણ કુટુંબથી સમજાવાય
પ્રેમથીપધારી કીર્તનભક્તિ કરો,મળેલદેહના જીવને મુક્તિ મળીજાય
.....પવિત્રરાહે જીવન જીવવા મંદીર થયા,જ્યાં શ્રધ્ધાએ કીર્તન ભક્તિ કરાય.
*************************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment