October 23rd 2007

નારીના ફેર

……………………નારીના ફેર…………………
તાઃ૨૯/૩/૧૯૭૭……………………….પ્રદીપ બ્રહ્મભટ્ટ

નારી તારા અંગે અંગે છે ફેર.
……………….મનમાં ઉમંગોને મુખડા પર છે ફેર;
જ્યાંથી નીરખુ તને ત્યાંથી દીસે નહીં કેમ.
……………………………………………….નારી તારા.

કાજળ જેવી આંખમાં,શીતળતાથી પડે ફેર
કાંટા દીસતા તનડામાં,પણ સ્નેહકેરો છે ફેર
પ્રેમળતાની જ્યોત જલે,ત્યારેદીપ સળગેછે કેમ
……………………………………………….નારી તારા.

સોડમ તારા અંગની,સર્વાન્ગે વ્યાપી રહે
એક ચિનગારી હેતની,જીવન પર બિછાઇ રહે
સુંદરતાના મોહમાં,કુરુપતા દીસે છે કેમ.
……………………………………………….નારી તારા.

તરસતા આ નૈનોમાં શું પ્રેમ છુપાયો નથી?
વરસતા આ સ્નેહમાં ઉર્મીઓ જાગી છે જેમ
નીડરતાના છાંયડે, બેઠો ડરપોક થઇ કેમ
……………………………………………….નારી તારા.
—————-

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment