February 1st 2009

સાધક….શબ્દોના

             સાક....શબ્દોના

તાઃ૧૬/૧૨/૨૦૦૬                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

શબ્દ મળે ના શોધતો જ્યારે,
              લાગણી મનમાં ઉભરાઇ ત્યારે
મનમાં અનહદ આનંદ અનેરો
     કહેવા કોઇ ના શબ્દ મળે,ના મળે કોઇ વાચા
                       ..........શબ્દ મળે ના શોધતો.
હૈયે હેત અનેરુ ઉભર્યુ,
              ને મનમાં પણ ખળભળ થાય
પ્રસંગ એવો આજે દીઠો,
              જે  જગ જીવનમાં મળે અનેરો
                       ..........શબ્દ મળે ના શોધતો.
મળ્યા શબ્દના સાધક આજે
                    ધન્ય ઘડી હેમંતભાઇની આજે
આવ્યા પ્રેમે મળશે પ્રેમે
                લઇ આવ્યા સૌ શબ્દોના સણગાર
                        .........શબ્દ મળે ના શોધતો.
લેખ લખી લલચાવે જીવન
                      ને કાવ્ય કરે કલરવ અનેરો
પ્રદીપને સંબંધ સાધકથી
                      જે આનંદ અંતરને દઇ જાય
                         ........શબ્દ મળે ના શોધતો.
પ્રેમ હેત ને ના કોઇ શબ્દ
                     સાચા સંબંધથી એ વરતાય
વિજયભાઇનો સાહિત્યપ્રેમ,
               લાવ્યા  શબ્દના સાધક છેક
                       ..........શબ્દ મળે ના શોધતો.
પ્રેરણા પ્રેરે છે સાધકને
                          જે શબ્દ બની દેખાય
પ્રસંગ પામવા તરસી રહ્યો હું
                જે હ્યુસ્ટન ગામે ૧૬મીએ ઉજવાય
                       ..........શબ્દ મળે ના શોધતો.
   -------------------------------------------------------
    પ્રેરણા ને પ્રેમના તાંતણે ઘણા વખતથી શ્રી વિજયભાઇ શાહ સાથે જોડાયેલ.
પહેલી વખત મને શબ્દોના સાધકોને નિરખવાની અને મળવાની તક સાંપડી જે મારે
માટે ખુબ જ ધન્ય ઘડી છે.સૌ સાધકોને ધન્યવાદ અને મા સરસ્વતીને વંદન.
.....પ્રદીપ બ્રહ્મભટ્ટ                         તાઃ૧૬મી ડીસેમ્બર ૨૦૦૬.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment