February 10th 2009

શિવજીનો વરઘોડો

                 શિવજીનો વરઘોડો        

તાઃ૯/૨/૨૦૦૯         સોમવાર        પ્રદીપ બ્રહ્મભટ્ટ

શિવજીનો વરઘોડો આવે આજ શિવજીનો વરઘોડો
બેઠા ઘોડે શંભુ ભોલે..(૨)સાથે નાચે ભુતોની ટોળી
                                …..ભઇ ભુતોની અલબેલી ટોળી
ભુત પિશાચ સૌ સંગે હાલે, ડાકણ ઠુમકે ઠુમકે ચાલે
કીકીયારીઓ તો તીરછી પાડે, કરે મસ્તી મનમારી
ડમરુ હાથે શોભે શિવજીને ને ત્રિશુલ છે બીજે હાથે
ભભુતી લાગી છે દેહેને ત્રિનેત્રે નિરખે આનંદઅપાર
                                   …….શિવજીનો વરઘોડો આવે
દેવદાનવપણ સાથેચાલે,બ્રહ્મા,વિષ્ણુ પણ મલકાય
સર્પ સજેલા મહાદેવને,દેવ સંગે ભુતપલિત દેખાય
ભાંગપીને મસ્તી લુંટતા,જાનૈયા ડગીમગી પણજાય
ઢોલનગારાને મૃદંગ વાગે,શરણાઇનાસુર મળી જાય
                                   …… શિવજીનો વરઘોડો આવે

==========================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment