April 11th 2009

દયાના સાગર

                          દયાના સાગર

તાઃ૧૦/૪/૨૦૦૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ પ્રીતની રીત નિરાળી,
                      જગત જીવથી એ છે સંધાણી
મનથી માયા જ્યાં મુકી કાયાની,
                      અનંત આનંદ હૈયે એ દેનારી
                                     ……ભક્તિ પ્રીતની રીત.
રટણ કરો રઘુવીર રામનું,કે કરો તમે કૃષ્ણ કાનનું
મનથી લાગશે માયા પ્રભુની,મળી જશે ત્યાં પ્રીત
આંગણે આવશે કૃપા હરિની,માયા જગતની છુટશે
કરુણાનાસાગર તો છે કૃપાળુ,એ છે દયાના સાગર
                                      ……ભક્તિ પ્રીતની રીત.
વાણીવર્તન જ્યાં બનેનિરાળા,લાગણી હૈયે ઉભરાય
મોહ માયાના બંધન ભાગે,કાયા મળતા જે ટકરાય
સાચાસંતની મળે જ્યાંછાયા,ત્યાં ભક્તિમળે સંસારે
ભક્તિ તૃપ્તિ એ મળશે પ્રીત,છેપ્રભુ દયાના સાગર
                                        ……ભક્તિ પ્રીતની રીત.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment