April 18th 2009

અદેખાઇ મળી

                            અદેખાઇ મળી

તાઃ૧૮/૪૨૦૦૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

વિચારોના વમળમાં માનવમન છે ગયું અટવાઇ
કેવુ,કેમ,ક્યારે બન્યુ વિચારતાં મળીગઇ અદેખાઇ
                               ,,,,,,,વિચારોના વમળમાં.
સિધ્ધિના સોપાન ચઢે જ્યાં સાચી મહેનત થાય
મળે માનને મોભો જગે ને સગા સંબંધી હરખાય
લગીરપડે જ્યાં છાંટો અભિમાને ઇર્ષા આવીજાય
મહેંકતા મધુર જીવનમાં અદેખાઇ જ આવી જાય
                              ,,,,,,,વિચારોના વમળમાં.
બાળપણની બારાખડી ને અમેરિકાની એબીસીડી
લઇ શબ્દોનો સથવારો  ઉજ્વળતાને વણી લીધી
મળતા  માન મલકમાં જેને ના બીજી કોઇ ભીતી 
ઉજ્વળ જીવન મહેંકીઉઠે ત્યાં ભાગે વિદેશી પિપુડી
                              ,,,,,,,વિચારોના વમળમાં.
 
()))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))(((((((

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment