પડેલા પાંદડા
પડેલા પાંદડા
તાઃ૧૯/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મારી તમારી વાતમાં કાંઇક સમજાય છે.
  વિચારીને ચાલતા બધુ મળી જાય છે.
સહજ સ્વભાવમાં બધુંય ચાલી જાય છે.
  ઉંડા ઉતર્યા પછી સાચુ સમજાય છે.
માગણી મારી પ્રેમની દીલથી ઉભરાય છે.
  સાચી વાત સમજતા મન દુભાય છે.
લાગે લગની જ્યાં,ત્યાં ચાહત મળી જાય છે.
   વિચારીને ચાલતા રસ્તો મળી જાય છે.
મોહ માયા જગતમાં જીવને લાગી જાય છે.
     ભક્તિની રાહથી દુર ભાગી જાય છે.
પ્રેમની પાંખ તો જગતમાં સૌને લાગી જાય છે.
  સંતાન અને સંતનો નસીબે મળી જાય છે.
ધન અને વૈભવ તો મહેનતે જ મળી જાય છે.
મુક્તિ જીવને પ્રભુ કૃપાએ મળી જાય છે.
===================================