October 25th 2009

કારતક સુદ સાતમ

                        કારતક સુદ સાતમ (૧૮૫૬/૨૦૬૬)
      
           પરમ પુજ્ય સંતશ્રી જલારામબાપાના પવિત્ર જન્મ દીવસે
તેમની સેવામાં આ કાવ્યો ભક્તિ પ્રેમ સહીત સમર્પણ.

                             સંકેત જન્મનો

તાઃ૨૫/૧૦/૨૦૦૯                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ પ્રેમથી કરતા,ને વિરપુર ગામમાં રહેતા
           રાજબાઇ હતુ નામ,ને ઠક્કર પ્રધાનજી  ભરથાર
ધર્મ કર્મને સાચવી ચાલે,જીવનને કરવા ધામ
            આવે આંગણે કોઇ માનવી,જે અન્નદાને હરખાય
નીત સવારે પુંજા કરતાં,આંગણે દીવા પ્રગટાય
                                                 ……..ભક્તિ પ્રેમથી કરતા.
ભજન ભક્તિના અણસારમાં,પરિક્ષા કાયમ થાય
           આવે આંગણે કોઇસ્વરુપે,ના માનવીથી સમજાય
રધુવીરદાસજી આવ્યા દ્વારે,એક દેવાને અણસાર
           ભક્તિ તમારી પ્રભુ સ્વીકારે,ને ભવ સુધરશે આ
શ્રધ્ધા રાખી સ્નેહ કરીને,કરજો જીવને અન્નદાન
                                             …….ભક્તિ પ્રેમથી કરતા.
જીવનેચાવીમળતા દ્વારની,ખુલતાંકૃપામળેઅપાર
            મોહમાયાના બંધન છુટે, જ્યાં સંતાને સેવા થાય
માન મળે સન્માન મળે,ને કુળપણ ઉજ્વળ થાય
            અવની પરના આગમને,આ જન્મ સફળથઇજાય
રામનામના સ્પંદન મળતા,પવિત્ર કામ જ થાય
                                              ……..ભક્તિ પ્રેમથી કરતા.
પરમાત્માની સીધીદોરથી,સંત દઇ ગયાઅણસાર
            જન્મ ધરશે સંત બનવા,રાજબાઇનુ બીજુ સંતાન
મોટાબોઘાભાઇ,નાનાદેવજીભાઇ,નેવચેટ જલારામ
            રાખી શ્રધ્ધા રામનામમાં,લાવશે ભોજનનો ભંડાર
સંત સાધુને અતીથી સેવાએ,સફળ કરશે અવતાર
                                                ……..ભક્તિ પ્રેમથી કરતા.

(((શ્રીરામ શ્રીરામ શ્રીરામ શ્રીરામ શ્રીરામ શ્રીરામ શ્રીરામ શ્રીરામ)))))

                      જલારામનો  જન્મદીવસ

                    ( ૧૪ નવેમ્બર ૧૭૯૯.)

વિરપુર ગામે મૃદંગ વાગે,જે પરમાત્માની કૃપા કાજે
ઠકકરકુળના પાવનકર્મે,ભક્ત જલારામનો જન્મઆજે
                                 …….વિરપુર ગામે મૃદંગ વાગે.
પ્રધાનજી પિતા થતાં આજે, સફળ માનવ જન્મ લાગે 
અવનીપરના આગમને,જ્યાં ભક્તિપ્રેમ ઉભરાતો આવે
મા વીરબાઇની સેવા દીઠી,જે પરમાત્માએ ગ્રહણ કીધી
જન્મ દઇ સંતાન સંતને,માનવ દેહ પાવન કરી લીધો
                                  ……વિરપુર ગામે મૃદંગ વાગે.
જન્મ કર્મના બંધન નિરાળા,અવની પરએ સાથે ચાલે
વાણી વર્તન ને માનવધર્મ, કુદરતની કૃપા પણ લાવે
સીતારામના સ્મરણ ગગનથી,ઉજ્વળછત્ર પ્રભુનુલીધુ
જન્મ સફળનુ પગલુ લીધુ,પત્ની વિરબાઇના સહવાસે
                                  ………વિરપુર ગામે મૃદંગ વાગે.
પ્રાગજી સોમજીની સંસ્કારી દિકરી,સુખદુઃખની સંગાથી
માનઅપમાન દ્વારને તોડી,મહેંનત મનમાં જડી લીધી
આવતા આંગણે દેહમાનવી, પ્રથમ પીરસી અન્ન લીધુ
જીવને ટાઢક દેતા જગમાં,પ્રભુ પ્રેમને જ પામી લીધો
                                     ……..વિરપુર ગામે મૃદંગ વાગે.

જય શ્રીરામ જય જલારામ જય શ્રીરામ જય જલારામ જય શ્રીરામ 

                         સફળ  જન્મ

ભક્તિનો ભંડાર ભર્યો,ત્યાં પ્રભુ કૃપાનો થયો વરસાદ
ભોજલરામની સેવા લેતા,ઉજ્વળ જીવનનો અણસાર
                                        …….ભક્તિનો ભંડાર ભર્યો.
સંવત ૧૮૭૬માં સદાવ્રત થાય,જ્યાં અન્નદાન દેવાય
આંગણે આવતા ભક્તજનોને,પ્રેમથી ભોજન કરાવાય
નરનારીના આશીશ પામતા,પરમાત્મા પણ હરખાય
ભોજનના આંગણે આવી,પ્રભુ પણ ભીક્ષા માગી જાય
                                     ………ભક્તિનો ભંડાર ભર્યો.
દાનમાં ના આંટીઘુંટી કે,ના માનવસ્વાર્થ પણવર્તાય
સેવાને ભાવનાથી જોતાં,દાનમાં પત્ની જ્યાં દેવાય
શ્રધ્ધા વિરબાઇ માતાની,ને જલારામની પ્રિય ભક્તિ
ડંડો,ઝોળી દઇભાગ્યા રામ,વિરપુરગામબન્યુ ત્યાંધામ
                                       ……..ભક્તિનો ભંડાર ભર્યો.

(((( જય જલારામ જય જલારામ જય જલારામ ))))

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment