March 9th 2010

હાથમાં હાથ

                               હાથમાં હાથ

તાઃ૯/૩/૨૦૧૦                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ દેહને સદા જીવનમાં,થાય સરળતાનો સહવાસ
એકબીજાના પ્રતિભાવને છોડતાં,હાથમાં હાથ મેળવાય
                        ………..માનવ દેહને સદા જીવનમાં.
કુદરતની આ અપારલીલા,જે માનવ મનથી વિચારાય
ડગલે ડગલું માંડતાં જીવનમાં,ઝંડો સફળતાનો લહેરાય
મળે પ્રેમ ને સ્નેહ નિર્મળ,જ્યાં માનવજીવન છે જીવાય
આવે આંગણે સદા સરળતા,જે જીવન પાવન કરી જાય
                        ………..માનવ દેહને સદા જીવનમાં.
મળે સંગાથ કુટુંબનો,ને સાથે મિત્રોની મિત્રતા કેળવાય
પડતાં આખડતાં બચાવે,જ્યાં સાચો સાથ સૌનો લેવાય
આગળની  નાવ્યાધી આવે,ને નાભુતકાળનો મોહદેખાય
મળી જાય ઉજ્વળદેહ આભવે,જ્યાંસાચા સંતોને પુંજાય
                        ………..માનવ દેહને સદા જીવનમાં.
મિત્રોની મિત્રતા મેળવાય,જ્યાં સાચી રાહ મળી જાય
આવે સંગે ડગલે પગલેએ,ના મુંઝવણ કોઇપણ દેખાય
આવતી ભાગે તકલીફ દુર,જે જીવનમાં ક્યાંક ભટકાય
સફળતાની પગથી મળે,ને સરળતા જીવનમાં લેવાય
                       …………માનવ દેહને સદા જીવનમાં.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment