March 29th 2010

કળીયુગી વ્હેણ

                       કળીયુગી વ્હેણ

તાઃ૨૯/૩/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળશે માયામોહ જગતમાં,ના મળશે દિલથી પ્રેમ
કળીયુગની  આ કામણ  કાયા,ના ચાલે સીધા વ્હેણ
                    ……….મળશે માયા મોહ જગતમાં.
કુદરતને ના પારખે કોઇ,કે ના રાખી શકે સીધા નૈન
પામવા કામણલીલા જગની,ભુલી જાય પ્રભુનો પ્રેમ
                   ………..મળશે માયા મોહ જગતમાં.
મોહ આવી બારણે ઉભો રહે,ને માયાય વળગી જાય
અતુટ બંધન છેપરમાત્માના,માનવી માને જેમ તેમ
                    ……….મળશે માયા મોહ જગતમાં.
અવનીપરના આગમનમાં,જીવને તક મળે અનેક
પારખી સમયને પકડી લેતાં,પ્રભુ  કૃપા પામે છેક
                    ……….મળશે માયા મોહ જગતમાં.
લાગણી પ્રેમની ના જ્યોત,ત્યાં ઉભરો દેખાઇ જાય
મળે કળીયુગમાં દેખાવનો,જે દુઃખ લાવે છે અનેક
                    ……….મળશે માયા મોહ જગતમાં.
સતયુગનો સ્નેહ સાચો,જે જીવના જન્મથી વર્તાય
કળીયુગના તો વ્હેણજ એવા,જે જીવનમાં ભટકાય
                     ………મળશે માયા મોહ જગતમાં.

================================