March 22nd 2010

જન્મદીન દીપુનો

                   જન્મદીન દીપુનો

તાઃ૨૩/૩/૨૦૧૦        જન્મ તારીખઃ ૨૩/૩/૧૯૮૫

ઉમંગ ઉછળી આવ્યો હ્યુસ્ટનમાં,સરોજબેનની સાથે
અશોકકુમારની લાડલી દીપુ,૨૫ વર્ષની થઇ આજે

મળતી માયા માબાપની,જે તેના વર્તનથી દેખાય
વ્હાલમેળવે સૌનો ત્યારે,એ બહેન વૈભવની કહેવાય

મધુર વાણી ને લાડલા શબ્દો,જે દીપુથી જ બોલાય
લાગે ત્યારે સંતાનવ્હાલા,નાની પગલીએ ઓળખાય

પાળજને પરદેશ  કરીને,કલ્પેનકુમારથી ચુંદડી ઓઢી
જીવન સંગીની બની જતાં,સૌનો પ્રેમ પણ લઇ લેતી

આનંદ સૌને હૈયેજ છે,જે દીપલ,નિશીતને ઘેર દેખાય
જન્મદીનતો દીપુને માણવા,કલ્પેનકુમાર પણ હરખાય

નાનામોટાના મુખથીઆજે,Happy birthday બોલાય
મળીજાય જ્યાં હેતપ્રેમ અને વરસે આશીર્વાદની હેલી

સુખ સમૃધ્ધિ પામી જીવે,ને લાંબુ આયુષ્ય દીપુ પામે
મળે પ્રેમ પરમાત્માનો,ને સાથે જલાસાંઇની પણ કૃપા

=====================================

    ચી.દીપુ નો આજે જન્મદીવસ છે.આજના આ પવિત્ર દીને અમો
સંત શ્રી જલાબાપા અને સાંઇબાબાને તથા શ્રી સ્વામીનારાયણને
પ્રાર્થના કરીએ કે ચી.દીપુ લાંબુ આયુષ્ય મેળવી જીવનમાં સુખ
સંમધ્ધિ પામે અને વડીલોના આશીર્વાદ મેળવી સુખી લગ્નજીવન
માણે અને જન્મદિનની યાદ રુપે આ લખાણ ભેંટ.

લી.પ્રદીપ,રમા,રવિ,દિપલ,નિશીત તરફથી જન્મદિનની શુભેચ્છા.