March 30th 2010

સંગીત પ્રેમ

                  

 

 

 

 

 

                                સંગીત પ્રેમ

તાઃ૨૨/૩/૨૦૧૦       (ન્યુજર્સી)        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગોપાલ ગોપાલ બુમ સાંભળતાં,ઢોલક લઇને આવે
હાર્મોનિયમથી સ્વરમેળવવા,જીતુ જલ્દીદોડી આવે
                  ………ગોપાલ ગોપાલ બુમ સાંભળતાં.
સરગમના સુરને મેળવી,અશ્વીન પણ આવે ત્યારે
લઇ ખંજરી હાથમાં ત્યારે,પીપી વિનુ દોડતો આવે
                 ……….ગોપાલ ગોપાલ બુમ સાંભળતાં.
આણંદ, નડીયાદ કે ડાકોર,સંગીતની મહેંક પ્રસરાવે
આવે જ્યારે સ્ટેજપર અશોક,અવાજ કિશોરનો લાવે
                 ……….ગોપાલ ગોપાલ બુમ સાંભળતાં.
રફી,મુકેશ,શૈલેન્દ્રનો અવાજ,એ મારા મુખથી નીકળે
તૈયબઅલી ગીત ને મૈ શાયર તો તાલીઓ ગગડાવે
                 ……….ગોપાલ ગોપાલ બુમ સાંભળતાં.
રફીના દર્દીલા ગીતો લઇને,રમેશભાઇ સ્ટેજ પર આવે
સ્વર સંગીતના તાલ સાંભળી,પ્રદીપ પટેલ દોડીઆવે
                  ………ગોપાલ ગોપાલ બુમ સાંભળતાં.
માઇક હાથમાં મળી જતાં,રાજુ શુકલ ખુશી લઇ આવે
આગળ પાછળનો ના વિચાર રહેતા,આનંદ સૌ માણે
                  ………ગોપાલ ગોપાલ બુમ સાંભળતાં.
મનથી આનંદ ઉભરેત્યારે,જ્યાં તાલીઓ હૉલમાંવાગે
વન્સમૉર વન્સમૉર સાંભળતાં,મિત્રો સૌ ખુબ હરખાય
                 ……….ગોપાલ ગોપાલ બુમ સાંભળતાં.
મળ્યો પ્રેમ સંગીતકારોનો,જે આણંદમાં મહેંકી જાય
આજકાલને ભુલી જતાં,ભુતકાળની યાદ તાજી થાય
                 ……….ગોપાલ ગોપાલ બુમ સાંભળતાં.

================================