March 15th 2010

જીવની પકડ

                      જીવની પકડ

તાઃ૧૫/૩/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

પકડી લીધો મેં હાથ પ્રભુનો,મળી જીવને શાંન્તિ
આધિ વ્યાધી દુર ભાગતી,જીંદગી પણ મલકાતી
                    ………પકડી લીધો મેં હાથ પ્રભુનો.
આજકાલની ચિંતા તેને,ના જેને કોઇ છે સંગાથી
જન્મમૃત્યુ પણ મળતુ જીવને,ભક્તિથી જે અળગુ
મન વિચારને વાણી એવી,પ્રભુ કૃપાને વરસાવે
માગણી મનથી નાદેહથી,જે મુક્તિ માર્ગ બતાવે
                  ………..પકડી લીધો મેં હાથ પ્રભુનો.
ભક્તિ એછે શક્તિ જીવની,જેઉજ્વળતા સંગે રાખે
આવે આંગણે પ્રેમ લઇને,સંત બનીનેએ સહવાસે
સાચી રાહની કેડી મેળવતાં,મોહ માયા ના વળગે
મળશે મુક્તિદેહને ત્યારે,જ્યારે જીવ પ્રભુકૃપા લેશે 
                   ……….પકડી લીધો મેં હાથ પ્રભુનો.
જીવને મળશે પ્રેમ પ્રભુનો,ના વ્યાધી કોઇ મળશે
દુરદુરથી એ જોતીરહેશે,પણના નજીકએ ભટકાશે
કુદરતની આઅપારલીલા,નામાનવીથી સમજાશે
જલાસાંઇની ભક્તિકરતાં,મુક્તિના દ્વાર ખુલીજાશે
                  ………..પકડી લીધો મેં હાથ પ્રભુનો.

====================================