આજનો દીવસ
આજનો દીવસ
તાઃ૨૦/૩/૨૦૧૦ (ન્યુજર્સી) પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવ્યો આજે હું પ્રેમ લેવા,જગમાં અમુલ્ય જ કહેવાય
બહેનના મળે આશીર્વાદ,ને પિતાની કૃપા મળી જાય
……….આવ્યો આજે હું પ્રેમ લેવા.
કુદરતની આ લીલા ન્યારી,માનવી મનથી સમજાય
વિદાય આગમનને છોડી દેતાં,ઉજ્વળ જીવન થાય
પ્રેમ પામવા જીવને જગતમાં,પ્રભુ ભક્તિ સહવાય
સાચીભાવના મળીજતાં,આજનો દીવસ ધન્ય થાય
……….આવ્યો આજે હું પ્રેમ લેવા.
કર્મ કરેલા આવેસંગે,ના કદી જગતમાં મિથ્યા થાય
અણસાર મળે છે માનવીને,જે સદગતીએ મેળવાય
કૃપા પામીએ માબાપની,જે વર્તનથી મેળવાઇ જાય
હૈયામાંઆનંદ ઉભરેઆજે,જે જીવને શાંન્તિઆપી જાય
………..આવ્યો આજે હું પ્રેમ લેવા.
=================================