સાજનની યાદ
. સાજનની યાદ
તાઃ૨૨/૩/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
તારો પ્રેમ પકડતાં હૈયાનો,મારું જીવન મહેંક્યુ ભઈ
ના મોહ માયાની કાતર ફરી,ના તકલીફ મળી અહીં
.                              ……………….તારો પ્રેમ પકડતાં હૈયાનો.
સુખી સંસારની સાંકળ મળી,જ્યાં મને તારી સંગત થઈ
પ્રેમની વર્ષા જીવનમાં થતાં,મને સંતાન મળ્યા છે ભઈ
ભક્તિ પ્રેમની કેડી અમારી,જે જીવને શાંન્તિ આપી ગઈ
આનંદનોસાગર ઉભરાતાં,સાજન તારી યાદ આવી ગઈ
.                                ……………….તારો પ્રેમ પકડતાં હૈયાનો.
નિર્મળ તારો પ્રેમ હ્ર્દયનો,મારી જીંદગીય પાવન થઈ
નૈનો તારા પ્રેમે નિતરતા,જ્યાં અંતરમાં  લાગણી થઈ
માયા તારી હૈયે મળતાં,જીવનમાં પ્રેમની જ્યોતી  થઈ
શીતળસ્નેહ લેવા સાજન,એકાંતે તારી યાદ આવી ગઈ
.                                ……………….. તારો પ્રેમ પકડતાં હૈયાનો.
+++++++++++++++++++++++++++++++++++++++++