March 3rd 2012

કલ્યાણ

                             કલ્યાણ

તાઃ૩/૩/૨૦૧૨                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળશે જો માયા ભોલેનાથની,જે જન્મ સફળ કરી જાય
ૐ નમઃ શિવાયના સ્મરણથી,જીવને મુક્તિ મળી જાય
.                           …………….મળશે જો માયા ભોલેનાથની.
શ્રધ્ધા રાખી સ્મરણ કરતાં,પાવન કર્મ જ જીવનમાં થાય
આજકાલની ના ચિંતા જીવને,જે દેહને મુક્તિએદોરીજાય
શાંન્તિનો સહવાસ મળે જીવને,એ શ્રધ્ધા સાચી  કહેવાય
ભોલેનાથના ભજન માત્રથી, માતા પાર્વતીની કૃપા થાય
.                               …………..મળશે જો માયા ભોલેનાથની.
લીધી ટેક જીવનમાં ભક્તિની,જે જીવનુ કલ્યાણ કરી જાય
મળીપ્રીત ભોલે શંભુની,ના કર્મનાબંધન જીવને મળીજાય
સ્વર્ગની સીડીનીકેડી મળતાં,જીવનમાં પાવનકર્મ થઇજાય
મુક્તિમાર્ગ ખુલતાંજીવને,ના દેહનીવ્યાધી અવનીએદેખાય
.                               ……………..મળશે જો માયા ભોલેનાથની.

======================================