March 8th 2012

મળે માનવતાનીકેડી

.                   . મળે માનવતાની કેડી

તાઃ૮/૩/૨૦૧૨                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ જીવન રાહ મળે,ને  કળીયુગ પણ ભાગે દુર
શ્રધ્ધા રાખીને કર્મ કરતાં,માનવતા મળી જાય જરૂર
.                            ……………….ઉજ્વળ જીવન રાહ મળે.
રિધ્ધિ સિધ્ધિની કૃપા મળે, જ્યાં શ્રી ગણેશજીને પુંજાય
નિર્મળ રાહ મળે જીવનમાં,જીવને ના આફત અથડાય
મળે માર્ગ જીવનમાં સ્નેહના,ને જગે પ્રેમની વર્ષા થાય
માગણીનો નામોહ રહે દેહે,કેડી માનવતાની મળી જાય
.                               ………………ઉજ્વળ જીવન રાહ મળે.
સંગ સાચો મળે દેહને,જે જીવને પાવનકર્મ કરાવી જાય
આશીર્વાદની એક  લહેર મળતાં,સુખ શાન્તિ મળી જાય
મારૂતારૂની માયા મુકતાં,જીવનમાં નિર્મળરાહ મેળવાય
માનવી થઈને જીવન જીવતાં,પાવન કર્મ થતાં જ જાય
.                             …………………ઉજ્વળ જીવન રાહ મળે.

======================================