March 9th 2012

લગ્ન થયા

                          લગ્ન થયા

તાઃ૯/૩/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

છગન મગનના લગન થઇ ગયા,હવે વહુઓ આવી અહીં
શીતળ સ્નેહની સાંકળ મળતાં,ઉજ્વળ જીવન લાગ્યુ ભઈ
.                           ……………….છગન મગનના લગન થઇ ગયા.
ભણતર ચણતર બંને સમજી  લેતા,મહેનત ફળી છે અહીં
લાગણી સ્નેહ અને માયાને મુકતાંજ,સાચી કેડી મળી ગઈ
હાય બાયની સાંકળ અહીં જાડી,સાચી ભક્તિએ ભાગી ગઈ
મળ્યા આશીર્વાદમાબાપના,ત્યાં બંને સુખી થઈ ગયા અહીં
.                        ………………….છગન મગનના લગન થઇ ગયા.
છગન જન્મ્યોતો છોંતેરમાં,ને મગન તોંતેરના મે માસમાં ભઇ
સાચવી લીધી જ્યાં ભક્તિ જીવનમાં,ત્યાં માતાની કૃપાય થઈ
આજકાલને સમજીને છોડતાં,બંનેને સાચીરાહ પણ મળી અહીં
જલાસાંઇની કૃપા દ્રષ્ટિ નિરાળી,સાચી ભક્તિપ્રીતથી મળી ભઈ
.                        ………………….છગન મગનના લગન થઇ ગયા.

॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥