March 10th 2012

માળાની પ્રીત

.                      માળાની પ્રીત

તાઃ૧૦/૩/૨૦૧૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

બાળપણમાં મળી ગઈ એ કેડી,જે તન મનને સ્પર્શી જાય
ઉજ્વળ જીવનની રાહમળે,જ્યાં સાચી માળાથીપ્રીત થાય
.                        ……………….બાળપણમાં મળી ગઈ એ કેડી.
ભક્તિનો સંગ રાખતાં જીવનમાં,વાણી વર્તનને સચવાય
માતાપ્રેમથી મળે સંસ્કારદેહને,ને પિતાથી મહેનત લેવાય
જીવનેમળે મુક્તિનો સંગ,જ્યાં જલાસાંઇની માળાપ્રેમેથાય
પળપળને એ સાચવે  જીવનમાં,ફેહને સદ માર્ગ મળી જાય
.                         ………………બાળપણમાં મળી ગઈ એ કેડી.
ધ્યેય જીવનમાં ઉજ્વળ રાખતાં,નાકોઇ અડચણ આવી જાય
પિતાએ ચીંધેલ એક આંગળી,જીવનો જન્મ સફળ કરી જાય
ભક્તિપ્રેમ ને મનથી માળા કરતાં,જીવપર કૃપા પ્રભુનીથાય
સાચી પ્રીત જલાસાંઇથી કરતાં,જગની મોહમાયા છુટી જાય
.                         ………………બાળપણમાં મળી ગઈ એ કેડી.

+++========+++======+++======+++======+++