March 1st 2012

લાંબી કેડી

                          લાંબી કેડી

તાઃ૧/૩/૨૦૧૨                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

જાગતો રહેજે માનવી જીવનમાં,
                           નહીં તો માયા વળગશે આજ
માનવ જીવન વ્યર્થ બનતાં,
                      જીવને થઈ જાય અવનીએ સાથ
                       .      ………………..જાગતો રહેજે માનવી.
આંગળી ચીંધી અણસાર મળે,
                       જે મનથી સમજનારને સમજાય
ડગલું ભરતાં સમજી ચાલતાં,
                        દેહને  નાઆધી વ્યાધી અથડાય
                              …………….જાગતો રહેજે માનવી.
સંગ થયો જ્યાં માયાનો દેહે,
                           આફતો આવીને મળી જ જાય
સમજ વિચારને ઢાંકી રાખતાં,
                             જીવની કેડીઓ બંધાતી જાય 
                           ………………જાગતો રહેજે માનવી.
ડગલું ભરતાં મનથી વિચારે,
                           એ જ સમજણ સાચી કહેવાય
આફતનો અણસાર મળે જીવને,
                          પણ નાઆફત કોઇ  મળી જાય
                            ……………..જાગતો રહેજે માનવી.

===================================

March 1st 2012

નજરની ચાલ

                    નજરની ચાલ 

તાઃ૧/૩/૨૦૧૨                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

આગળ પાછળ ઉપર નીચે,સદાય દ્રષ્ટિ ફરતી જાય
સારુંનરસું સમજી લેતાં,જીવનમાં સાથ મળતો જાય
.                         ……………આગળ પાછળ ઉપર નીચે.
સ્નેહ નિતરતી વાદળી મળતાં,રાહ સરળ થઈ જાય
વિચારના વાદળથી નિકળતાં,મુંઝવણ ભાગીજજાય
શિતળતા સહવાસે મળતાં,ના આફત કોઇ અથડાય
ઉજ્વળજીવન ને શાંન્તિમળતાં,પાવનરાહ થઈજાય
.                          ……………આગળ પાછળ ઉપરનીચે.
પગલે પગલુ પારખી મુકતાં,ના ક્યાંય પડી જવાય
હાથપકડે જ્યાં પરમાત્મા,ત્યાં રાહસાચી મળી જાય
વર્ષા વરસે કૃપાની જીવપર,આધી વ્યાધી અટકાય
પગલુંભરતાં અવનીપર,કૃપા જલાસાંઇની થઈજાય
.                         ……………આગળ પાછળ ઉપર નીચે.

——————————————————–