March 12th 2012

જીગો,જીગ્નેશ

.

.

.

.

.

.

.

.

.

.

.                         જીગો,જીગ્નેશ

તાઃ૧૨/૩/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીગો જીગો બોલતામીનાબેન, જીગાને પાપા પગલી કરાવીજાય
.            હવે કહે જીગ્નેશ બેટા,જ્યાં ઘરમાં જીવન સંગીની આવી જાય
.                                      ………………જીગો જીગો બોલતા મીનાબેન.
હૈયુ ખુબ જ હરખાય છે તેમનું,જ્યાં દીકરાને કેડી મળી જાય
.            મોહમાયા તો આઘી ભાગે,જ્યાં સંસ્કાર પણ સચવાઇ જાય
ઉંમર આવી જુવાની સાથે,ત્યાં માતાપિતાને મુંઝવણ થાય
.            આવી અર્પિતા વહુ થઈ ઘરમાં,ત્યાં સ્વર્ગીય સુખ મળી જાય
.                                      ………………જીગો જીગો બોલતા મીનાબેન.
શ્રધ્ધા રાખી જીવનજીવતાં,આજે નેહાબેનને પણ ખુશી થાય
.          આર્યાના આગમને ઘરમાં,જલાસાંઇની શ્રધ્ધાકૃપા થઈ જાય
વિનુભાઇનો પ્રેમ નિખાલસ જીવનમાં,તેમના વર્તનથીદેખાય
.         ભક્તિની એક દોરીનિરાળી,તેમના કુટુંબી વર્તનથી મળીજાય
.                                     ………………જીગો જીગો બોલતા મીનાબેન.

॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥।

       માતા શ્રીમતી મીનાબેન અને પિતા શ્રી વિનુભાઇના આશિર્વાદ મેળવી ચી.જીગ્નેશે
ચી.અર્પિતા સાથે લગ્નની કેડીથી સંસારની સાંકળ પકડી તે ખુશીના પ્રસંગને લખાણમાં
લઇ ભગવાન તેમની સર્વ મનોકામના પુર્ણ કરી જીવને સદમાર્ગે દોરી સુખ સંમૃધ્ધિ આપી
જીવનુ કલ્યાણ કરે તે ભાવનાથી
શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટ,રમા,ચી.રવિ અને ચી.દીપલ તરફથી જીગ્નેશને લગ્નની યાદગીરી રૂપે ભેંટ.            

March 12th 2012

કેવી ભક્તિ

.

.

.

.

.

.

.

.

.

.

 

                           કેવી ભક્તિ

તાઃ૧૨/૩/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિનું ના ગામ કોઇ અવનીએ,કે નાક્યાંય છે તેનું ધામ
અંતરથી જ્યાં સ્મરણ કરો,ત્યાં મળી જાય જીવને સુખધામ
.                           ……………….ભક્તિનું ના ગામ કોઇ અવનીએ.
નાતજાતના આવે કોઇ દોડી,કે ના કળીયુગના કોઇ જ કામ
પ્રેમભાવથી ભક્તિ કરતાંજ,મળી જાય ઘરમાં સ્વર્ગીય સાંજ
તનમનથી કરતાં જલાસાંઇની પુંજા,કૃપાની કેડી મળી જાય
પાવન કર્મ કરવા જીવનમાં,આ જીવ સાચી કેડીથી સંધાય
.                        ………………….ભક્તિનું ના ગામ કોઇ અવનીએ.
જીવન ઉજ્વળ જીવવા કાજે,જગતમાં ભક્તિ માર્ગ મેળવાય
શ્રધ્ધા શાંન્તિને વિશ્વાસ મળે,ને જીવને રાહ સાચી મળી જાય
બારણે આવે શ્રધ્ધાળુ આજે,જ્યાંનિર્મળભક્તિ  જીવને દેખાય
રામકૃષ્ણનું રટણ કરતાં મનથી,જીવને મુક્તિ માર્ગ મળીજાય
.                        ………………….ભક્તિનું ના ગામ કોઇ અવનીએ.

**********************************************************