ૐ
.
.
.
.
.
.
. .ૐ
તાઃ૩/૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ૐ શબ્દના સ્મરણ માત્રથી,જીવને અનંત શાંન્તિ થાય
શ્રધ્ધારાખી ભક્તિ કરતાં,મળેલ જન્મ સફળ થઈ જાય
. …………………ૐ શબ્દના સ્મરણ માત્રથી.
ગૌરીનંદનના છે એ પિતા,ને માતા પાર્વતીના ભરથાર
ત્રિશુલધારી જગમાં પ્રસરતાં,ભક્તોનોએ કરેછે ઉધ્ધાર
ભુતપલીત ભડકીનેભાગે,નાકોઇ મેલીશક્તિની તાકાત
શરણુલીધુ જ્યાં ભોલેનાથનું,ત્યાંમુક્તિમાર્ગ મળી જાય
. ………………….ૐ શબ્દના સ્મરણ માત્રથી.
એક જ શ્વાસે ૐ સ્મરતાં,શરીરમાં ઉજ્વળ સ્પંદન થાય
મનને મળતી શાંન્તિના સંગે,મળેલ જન્મ સાર્થક થાય
તારણહારી છેઅવિનાશી,અવનીએ અનેકરૂપે એ દેખાય
શ્રધ્ધાનુ છે શરણુસાચું,ત્યાં જીવનેપાવનરાહ મળી જાય
. …………………ૐ શબ્દના સ્મરણ માત્રથી.
===============================