February 11th 2013

મા કાલિને

 

.

.                   .મા કાલિને

તાઃ૧૧/૨/૨૦૧૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ

કાળકા માને ચરણે સ્પર્શતા,ૐ ક્રીં કાલિયે નમઃ બોલાય
મનને અતુટ શાંન્તિમળતા,જીવનેમાની કૃપા મળી જાય
.                          …………………કાળકા માને ચરણે સ્પર્શતા.
અદભુત શક્તિ માતાની જગે,ના કોઇનાથી તેને તોલાય
કૃપા માતાની પ્રદીપને મળતાં,રમા,રવિ,દીપલહરખાય
કુળદેવી છે અમારી મા કાલિકા,ધુપદીપથી માને પુંજાય
ભુતપ્રેતને એજ ભગાડે,જગમાં જીવન ઉજ્વળ કરી જાય
.                         …………………કાળકા માને ચરણે સ્પર્શતા.
કરુણાનો સાગર મા કાલિ,જીવને સાચીભક્તિએ સમજાય
અષ્ટભુજાળી મા છે દયાળુ,જ્યાં માતાને પ્રેમથીજ પુંજાય
નિર્મળતાનો સંગ રહે જીવનમાં,ના આધીવ્યાધી અથડાય
અજબશક્તિ માતાની જગે,જે જીવને પાવનકર્મે સમજાય
.                        ………………….કાળકા માને ચરણે સ્પર્શતા.

+++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment