June 13th 2013

કલમ પ્રેમી

.             .કલમ પ્રેમીનુ આગમન હ્યુસ્ટનમાં

 

 

 

 

 

 

.                     નીલમબેન દોશી 

તાઃ૧૫/૬/૨૦૧૩                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

માતાની મમતા ખેંચી લાવી,જ્યાં સંતાનનો પ્રેમ હોય
હાર્દિક,પુંજાનો પ્રેમ મમ્મીથી,નીલમબેન આવી જાય
.                          ……………….માતાની મમતા ખેંચી લાવે.
હળવીરાહ જીવનમાં પકડી,હરીશભાઇના એ સંગીની થાય
ઉજ્વળતાની કેડીને પકડવા,સંતાનો ભણતર મેળવી જાય
સંસ્કારની સાચીરાહ મેળવી,નીલમબેન જીવનમાં હરખાય
મા સરસ્વતી એકજ કૃપાએ,સીધ્ધીના સોપન મેળતા થાય
.                           ………………..માતાની મમતા ખેંચી લાવે.
કલાનગરી હ્યુસ્ટનની ન્યારી,જ્યાં કલમની કેડીને સચવાય
વિજયભાઇ કે વિશ્વદીપ ભાઇ,કલમ પ્રેમીને આવકારી જાય
મારુ જીવનને મારુ લેખન,જે નીલમબેનના મુખે ઉચ્ચારાય
ઉજ્વળરાહ ને ઉજ્વળ જીવન,એજ કલમની રાહ છે કહેવાય
.                        ………………….માતાની મમતા ખેંચી લાવે.

++++++++++++++++++++++++++++++++++
.               કલમની ઉજ્વલકેડીને પકડી ચાલતા નીલમબેન દોશી ગુજરાતી ભાષાનુ
ગૌરવ છે.સાહિત્યના અનેક સોપાનો સરળતાથી મેળવી મા સરસ્વતીની કૃપા પાત્ર
થયા છે.આજે હ્યુસ્ટનમાં સાહિત્યપ્રેમીઓનો પ્રેમ સ્વીકારી અત્રે પધાર્યા છે તે બદલ તેમનો
આભાર અને આગમનની યાદ રૂપે આ લખાણ સપ્રેમ ભેંટ
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત હ્યુસ્ટનના ગુજરાતી સાહિત્ય સરીતાના પ્રેમીઓ.

================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment