August 3rd 2013

ભક્તિજ્યોત

Jay Jala

 

 

 

 

 

 

 

 

 

 

 

.                .ભક્તિજ્યોત

તાઃ૩/૮/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જલારામની સાચી ભક્તિ જ્યોત,વિશ્વમાં પ્રસરી ગઈ
વિરબાઇ માતાની શ્રધ્ધાએ,જીવનમાં રાહ મળી ગઈ
.           ………………….જલારામની સાચી ભક્તિ જ્યોત.
ભુખ્યાને એ  ભોજન આપતા,ને તરસ્યાને દે એ પાણી
રામનામની ધુન પ્રેમથી કરીને,ઉજ્વળ જીંદગી માણી
મોહમાયાને દુર રાખીને જીવ્યા,માનવતાને મહેંકાવી
પત્નીનું જીવન સંસ્કારમેળવતા,પ્રભુએ ભીખમાંમાગી
.            ………………….જલારામની સાચી ભક્તિ જ્યોત.
આંગણે આવ્યા અવનીઆધારી,નાકદી સ્વપ્નામાં વિચાર્યુ
ઉજ્વળ જીવનની સફળ રાહે,બાપાએ જીવન સાર્થક માણ્યું
અવનીપરનુ આગમનઅંતે,મુક્તિમાર્ગનીરાહે આજે આવ્યુ
વિરપુર ગામનો ડંકો વાગ્યો,જેણે સ્વર્ગનુ બારણુ ખખડાવ્યુ
.            …………………જલારામની સાચી ભક્તિ જ્યોત

**************************************************

August 3rd 2013

મળેલ મોહ

.               . મળેલ મોહ         

તાઃ૩/૮/૨૦૧૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

મોહની માયા મનુષ્યને છે,ના ક્યારે કોઇથીય છટકાય
અવનીપરનુ આગમનદેહનુ,એજ તેનો સંકેત કહેવાય
.                      ……………….મોહની માયા મનુષ્યને છે.
આંટીઘુટી છે અવિનાશીની,એ તો દેહ મળતા જ દેખાય
મળે દેહ માનવીનો જગે,શ્રધ્દ્ધાએ મુક્તિમાર્ગ મળી જાય
અતુટબંધન અવનીના,જલાસાંઇની ભક્તિએ છુટી જાય
મળીજાય જ્યાં સાચી માનવતા,દેહની મહેંકપ્રસરીજાય
.                   ………………….મોહની માયા મનુષ્યને છે.
ઉજ્વળ જીવનની કેડીને લેવા,જીવ અહીં તહીં ભટકાય
માર્ગ મળે જ્યાં માનવતાનો,ઉધ્ધાર જીવનો થઈ જાય
કળીયુગમાં મળેલ મોહ જીવને,અવનીએ ભટકાવી જાય
સરળતાની એક જ રાહે,જીવ  જન્મ બંધનથી  છુટી જાય
.                  …………………..મોહની માયા મનુષ્યને છે.

+++++++++++++++++++++++++++++++++++++