February 1st 2014

સરળતાનો સંગાથ

.               .સરળતાનો સંગાથ

તાઃ૧/૨/૨૦૧૪                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબલીલા છે કુદરતની, જીવને અનુભવે જ સમજાય
સરળતાનો સંગાથ રાખતાં,જીવ પર કૃપા પ્રભુની થાય
.                    ………………….અજબલીલા છે કુદરતની.
લોક્મોહ ને માયા ઝબકે જીવપર,નિર્મળતા સંગે બચાય
આવી અવનીપર કર્મ અડે,જીવ જન્મ મરણથી જકડાય
શાંન્તિ જીવને મળે સાચી,જ્યાં સંત જલાસાંઇને ભજાય
નિર્મળ જીવનની કેડી છે ન્યારી,નાઆફત કોઇ અથડાય
.                   …………………. અજબલીલા છે કુદરતની.
સંતની સાચીકેડી અવનીએ,જીવને ભક્તિરાહ દઇ જાય
મોહમાયાની ચાદર અડતા,પહેરેલ ભગવુ પણ ભટકાય
માનવતાની મહેંક પ્રસરતા,આ જીવન સરળ થઈ જાય
સાચી ભક્તિના એકજ પંથે,મળેલ જન્મસફળ થઈ જાય
.                  ……………………અજબલીલા છે કુદરતની.

++++++++++++++++++++++++++++++++