February 28th 2014

મોહની માયા

.                   મોહની માયા

તાઃ૨૮/૨/૨૦૧૪                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાવન જીવને માયા વળગે,અવનીપરના આગમને દેખાય
કરેલ કર્મની કેડી છે સાંકળ,જે જીવને કાયા મળતા સમજાય
.                   …………………..પાવન જીવને માયા વળગે.
માનવદેહ મળતા જીવને,વિચારની શીતળ કેડી મળી જાય
પરમાત્માની એકજ કૃપાએ,આજીવન સાચીરાહે ચાલીજાય
ના મોહમાયાના કોઇ સ્પંદન સ્પર્શે,ના આફત કોઇ અથડાય
સરળ જીવનની નિર્મળરાહે,મળેલદેહ અવનીએ સુધરીજાય
.                  ……………………પાવન જીવને માયા વળગે.
દેહને સ્પર્શે કર્મ જીવના,જે અવનીપરના બંધને જ સમજાય
આવન જાવન એતો  છે કેડી કર્મની,ના કોઇ જીવથી છટકાય
શ્રધ્ધારાખી જલાસાંઇને ભજતા,શિવ ભોલેનાથની કૃપા થાય
જીવ અવનીપરના આગમનથી છટકે,જે મુક્તિમાર્ગ દઈજાય
.                  …………………….પાવન જીવને માયા વળગે.

*********************************************