February 11th 2014

નિર્મળ કેડી

.                  નિર્મળ કેડી

તાઃ ૧૧/૨/૨૦૧૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાવન પગલા ચાલે માનવ,સરળ જીવન એ જીવી જાય
નિર્મળકેડી જીવનમાં મળતા,માનવજન્મસફળ થઈજાય
.                ………………….પાવન પગલા ચાલે માનવ.
કુદરતની કૃપા મળે  જીવને,જ્યાં ભક્તિ માર્ગ મળી જાય
પ્રેમથીકરેલ પુંજા જલાસાંઇની,નિર્મળજીવન આપીજાય
અખંડ આનંદ જીવનમાં મળતા,અનેકનો પ્રેમ મળીજાય
માનવતાનીમહેંક પ્રસરતા,અનંત આનંદની વર્ષા થાય
.               …………………..પાવન પગલા ચાલે માનવ.
અવનીપરનુ આગમન જીવને,કર્મનાબંધને બાંધી જાય
જન્મમરણની એકજ કેડીએ,જીવ અવનીએજકડાઇ જાય
મોહમાયાની ચાદર છોડવા,જીવને ભક્તિમાર્ગ મળીજાય
શાંન્તિનો સંગાથ મળે જીવને,જ્યાંનિર્મળ કેડીને પકડાય
.              ……………………પાવન પગલા ચાલે માનવ.

+++++++++++++++++++++++++++++++++++

February 11th 2014

દીવાની જ્યોત

.                  દીવાની જ્યોત     

તાઃ૧૧/૨/૨૦૧૪                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ્યોત પ્રગટે જ્યાં દીવાની,આંખોને પ્રકાશ મળી જાય
અંધારૂ દુર થતા અવનીએ,માનવદેહ પણ હાલતો થાય
.                   ………………….જ્યોત પ્રગટે જ્યાં દીવાની.
કુદરતની છે કામણ લીલા,પ્રકાશ અંધકારથી ઓળખાય
અવનીપરનીસૃષ્ટિ અંધારામાં,ના કદી આંખોથી જોવાય
પ્રકાશનુ એકજ કિરણમળતાં,સમયનીસમજણ પડીજાય
નાતાકાત જગતમાં કોઇની,અવનીને ઉજાસ આપી જાય
.                …………………….જ્યોત પ્રગટે જ્યાં દીવાની.
પ્રેમની જ્યોત છે અજબ નિરાળી,જે જીવન મહેંકાવી જાય
મળે જીવને પ્રેમ નિખાલસ,જીવને ઉજ્વળતા આપી જાય
ભક્તિજ્યોતને પકડી ચાલતા,જલાસાંઇની કૃપા થઇ જાય
આધીવ્યાધીને આંબે છે ભક્તિ,જે આજન્મ સફળ કરી જાય
.                 …………………….જ્યોત પ્રગટે જ્યાં દીવાની.

===================================