February 24th 2014

નિર્મળ લાગણી

.                  .નિર્મળ લાગણી

તાઃ૨૪/૨/૨૦૧૪                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

લાગણી એટલી પ્રેમથી દેજો,જીવને એ શાંન્તિ આપી જાય
અતિ લાગણી મેળવી લેતાં,જીવને વ્યાધીઓ મળતી જાય
.                 ………………… લાગણી એટલી પ્રેમથી દેજો.
કુદરતની આ એજ કરામત,જીવને ક્યાંથી ક્યાંય લઈ જાય
નામાગણીની કોઇ કેડી જીવની,ત્યાં અતિ આફતો મળી જાય
સરળ જીવનનીરાહ લેવા,સંત જલાસાંઇની ભક્તિ પ્રેમે થાય
લાગણીમોહને આંબી લેતાં,જીવને નાકોઇ તકલીફઆપીજાય
.                  ………………….લાગણી એટલી પ્રેમથી દેજો.
સદગુણનો સહવાસ જીવનમાં,નિર્મળ લાગણી આપી જાય
પ્રેમભાવના અંતરથી મળતા,પ્રભુની અપારકૃપા થઇ જાય
કળીયુગની  જ્યાં કાતરછુટે,સાચી પ્રભુભક્તિના બંધનથાય
મળેલ દેહના પાવન કર્મે,અંતે જીવને મુક્તિમાર્ગ મળીજાય
.             ……………………. લાગણી એટલી પ્રેમથી દેજો.

=================================