February 15th 2014

માનવતાની કેડી

.                 માનવતાની કેડી

તાઃ૧૫/૨/૨૦૧૪                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવતાની મહેંક પ્રસરે,જ્યાં નિર્મળતાને સચવાય
પાવનકર્મની રાહમળે જીવને,જે જન્મસફળ કરીજાય
.          ……………………માનવતાની મહેંક પ્રસરે.
મળેલ સંસ્કાર માબાપથી,જે કર્મબંધનથી મેળવાય
અવનીપરના આગમને જીવને,સંબંધી મળી જાય
સરળતાની શીતળ કેડી,માનવી વર્તનથી સંધાય
આજકાલને સમજીચાલતા,કર્મનીકેડી શીતળથાય
.         ………………….. માનવતાની મહેંક પ્રસરે.
જન્મજીવના અતુટબંધન,સાચી ભક્તિએ છુટી જાય
સત્કર્મની શીતળકેડીએ,મળેલ જન્મ સફળથઈ જાય
અંતરની અભિલાષા છુટે,જ્યાંજલાસાંઇનીકૃપાથાય
મોહમાયાના બંધન છુટતા,કળીયુગથી છુટી જવાય
.           …………………..માનવતાની મહેંક પ્રસરે.

++++++++++++++++++++++++++++++++++