May 18th 2015

ભારતનુ ગૌરવ

Lulla

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.                  .ભારતનુ ગૌરવ

તાઃ૩૦/૩/૨૦૧૫                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે અમેરીકામાં માન જેને,એજ છે ભારતનુ સન્માન
ચંન્દ્રની કેડી દે માનવીને,એ શ્રી કમલેશભાઈ કહેવાય
……એવા કમલેશભાઈ પર સંત જલાસાંઇની કૃપા થઈ જાય.
મળ્યો પત્નીમારીયાનોપ્રેમ,જીવઉજ્વળરાહે ચાલીજાય
પિતાના પ્રેમને પારખી ભણતા,એ વૈજ્ઞાનિક થઇ જાય
ના મોહમાયાની ચાદરઅડે,એમાતાના સંસ્કાર કહેવાય
સાહિત્ય સરીતાને વહેતી રાખતા,એ કલમ પકડી જાય
…..એવા વ્હાલા કમલેશભાઈનુ,ગાંધીનગરમાં સન્માન થાય.
પ્રેમનિખાલસ નેલાગણીસાચી,તેમની પત્નિથીય દેખાય
આપી પ્રેમનીગંગા મનથી,સન્માનના વાદળથીછલકાય
ગુજરાતનુ એ ગૌરવ છે,હ્યુસ્ટનમાં પ્રદીપને આનંદ થાય
પરમાત્માની પરમકૃપાએ,માનવીને ચંદ્રપરએ લઈજાય
……..એવા નિખાલસ કમલેશભાઈ,પ્રેમે નાશામાં આવી જાય.
========================================
.           અમેરીકાના અવકાશયાત્રા કરાવતા નાસાના મુખ્ય વૈજ્ઞાનિક વડોદરાના
શ્રી કમલેશભાઈ લુલાનુ ગાંધીનગરમાં પ્રવાસી ભારતીય દીનની ઉજવણીમાં સન્માન
કરવામાં આવ્યુ જે ભારત અને ગુજરાત માટે ખુબજ આનંદ અને ગુજરાતીઓ માટે
અભિમાન છે.સાથે તેઓ એક સારા લેખક પણ જે હ્યુસ્ટનનાકલમપ્રેમીઓ માટે પણ
ગૌરવ છે. તે પ્રેમની યાદ રૂપે હ્યુસ્ટનના કલમપ્રેમીઓ તરફથી જય જલારામ
સહિત સપ્રેમ ભેંટ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા કલમપ્રેમીઓ.

May 18th 2015

પ્રેમ મળે

.                       .પ્રેમ મળે

તાઃ૧૮/૫/૨૦૧૫           પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળ સ્નેહની સાંકળ સંગે,પાવનકર્મ જીવનમાં થાય
ઉજ્વળતાની સરળકેડીએ,જીવથીનામોહમાયા મેળવાય
……….એજ સાચો મળતો પ્રેમ,જીવને સદમાર્ગે જ દોરી જાય.
નિર્મળજીવનમાં સંગ મળે ભક્તિનો એજ કૃપા કહેવાય
પવિત્રરાહને પકડી ચાલતા,મળેલ જીવન સાર્થક થાય
અવનીપરના આગમને,પ્રત્યક્ષ સુર્યદેવના દર્શન થાય
અનંત જન્મોને પ્રભાતઆપે,નેસંધ્યાએ જીવો સુઈજાય
………..એજ સાચો મળતો પ્રેમ,જીવને સદમાર્ગે જ દોરી જાય.
જીવને કર્મબંધન સ્પર્શે,એઅવનીએ જન્મમરણ કહેવાય
ભક્તિ સાચીશ્રધ્ધાએ કરતા,અનેક મુશ્કેલીઓ ભાગીજાય
મળે પ્રેમ જલાસાંઇનો જીવનમાં,સદમાર્ગે એ દોરી જાય
અનંતશાંન્તિ મળે કૃપાએ,એજ સાચો મળેલપ્રેમ કહેવાય
………..એજ સાચો મળતો પ્રેમ,જીવને સદમાર્ગે જ દોરી જાય.

+++++++++++++++++++++++++++++++++++++++++++