May 30th 2015

માયા લાગી

.                      .માયા લાગી

તાઃ૧૯/૪/૨૦૧૫                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

માયા લાગી જીવને અવનીએ,કર્મનીકેડી મળી જાય
અવનીપરનુ આવનજાવન,એજન્મમરણ દઈ જાય
………એજ બંધન કળીયુગના,જીવને સંબંધથી જકડી જાય.
મળે કાયા જીવને જગતમાં,જે દ્રષ્ટીથી દેખાઈ જાય
પ્રાણી,પશુ કે માનવ બને,જે કર્મબંધનથી મેળવાય
પરમાત્માની અજબલીલા,ના કોઇથીય સમજાવાય
કર્મની કેડી શીતળ બને,જ્યાં માયાથીજ દુર રહેવાય
………એજ બંધન કળીયુગના,જીવને સંબંધથી જકડી જાય.
મળે પ્રેમ માબાપનો સંતાનને,જે જગેદેહ આપી જાય
સરળતાનો સંગ રાખવા જીવથી,ભક્તિકેડીને પકડાય
શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં,સંત જલાસાંઇની કૃપા થાય
માયાછુટે ને મોહભાગે,એ જીવને મુક્તિમાર્ગેદોરી જાય
………એજ બંધન કળીયુગના,જીવને સંબંધથી જકડી જાય.

==================================

May 30th 2015

જતન

.                   .જતન

તાઃ૨૪/૫/૨૦૧૫             પ્રદીપ બ્રહ્મભટ્ટ

જતન પ્રેમથી માબાપનુ કરતાં,કર્મ પાવન થઈ જાય
સંસ્કારની શીતળ કેડી મળતાં,ઉજ્વળ રાહ મળી જાય
…………..એજ કૃપા સુર્યદેવની,જીવોને દર્શન આપી જાય.
માન સન્માન છે કર્મની કેડી,જે નિર્મળ સમજે સમજાય
મળે જીવનમાં અનંત શાંન્તિ,જ્યાં અનંતકૃપા થઈજાય
ના અપેક્ષા ના માગણી ખોટી,કળીયુગમાં અથડાઈ જાય
સરળ જીવનની રાહમળે,જ્યાં પ્રભાતે સુર્યદેવને પુંજાય
…………..એજ કૃપા સુર્યદેવની,જીવોને દર્શન આપી જાય.
અજબ શક્તિશાળી છે એદેવ,હજારો વર્ષોથી દર્શન થાય
મળે કૃપા ત્યાં જીવને,જ્યાં વડીલનું દીલથી જતન થાય
સુખદુઃખના વાદળ છુટતાં,જીવને મુક્તિ રાહ મળી જાય
અવનીપરનુ આવનજાવન,એ કર્મબંધનથી છુટી જાય
………….એજ કૃપા સુર્યદેવની,જીવોને દર્શન આપી જાય.

==========================================

May 30th 2015

શું લઈ જવાના

.                    .શું લઈ જવાના

તાઃ૨૯/૫/૨૦૧૫                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

શું લાવ્યા શું લઈ જવાના,ના કોઇ જીવને સમજાય
કર્મકેડીનુ બંધન રહેતાજ,એ અવનીએ આવી જાય
………..મળે કયો દેહ અવનીએ જીવને,ના કોઇને સમજાય.
મોહમાયાએ છે કર્મની કેડી,જે  દેહ મળતાજ દેખાય
કળીયુગ સતયુગ એ જીવનુ બંધન,વર્તનથી દેવાય
ભક્તિભાવની શીતળ રાહ,માનવતા મહેંકાવી જાય
અવનીપરની વિદાય વેળાએ,ભક્તિ સંગે લઈ જાય
………..મળે કયો દેહ અવનીએ જીવને,ના કોઇને સમજાય.
પરમ કૃપા સુર્યદેવની,જગતમાં સવારસાંજ દઈ જાય
અસીમ કૃપા છે એ દેવની,જે પ્રત્યક્ષ દર્શન આપી જાય
પ્રભાતે અર્ચનાકરતા,અંતેજીવને મુક્તિમાર્ગ મળીજાય
શું લાવ્યા શું લઈ જવાના,જીવ વ્યાધીઓથી છુટી જાય
………..મળે કયો દેહ અવનીએ જીવને,ના કોઇને સમજાય. ======================================