May 29th 2015

સંગાથ

.                     . સંગાથ          (ફિલ્મઃસંસ્કાર)

તાઃ૨૨/૨/૨૦૧૫              પ્રદીપ બ્રહ્મભટ્ટ

અંધકાર ભરેલા જીવનમાં,સંગાથ કોઇનો મને નથી
હુ શોધુ છુ એ જીવનને,જેનો મુજ પર એક,ઉપકાર છે.(૨)
.                                     ………..અંધકાર ભરેલા જીવનમાં.
માન મને અભિમાન અડે,ના જીવનમાં કોઇ સમજંણ મને
સુખ દુર થયું હું ભટકી રહ્યો,કળીયુગની કેડીમાં,લટકી ગયો..હુ.(૨)
.                                     ………..અંધકાર ભરેલા જીવનમાં.
મળી માયા મને મોહ અડકી ગયો.ના ભક્તિની કોઇ સાંકળ રહી
જીવન જકડાઈ ગયુ નાહાથમાં રહ્યુ,સંસ્કાર ભાવથી,ભટકી ગયો..હુ.(ર)
.                                       ………..અંધકાર ભરેલા જીવનમાં.

===================================================

May 29th 2015

નિર્મળરાહ.

.                    . નિર્મળરાહ

તાઃ૨૯/૫/૨૦૧૫                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવજીવનની મહેંક પ્રસરે,ત્યાં નિખાલસતા સહેવાય
આધી વ્યાધી ને ઉપાધી ભાગે,જ્યાં નિર્મળરાહ  મેળવાય
…………મળે જીવને  પવિત્ર જીવન,એ મોહ માયાને તોડી જાય.
નિર્મળ પ્રેમની ગંગા વહે,જ્યાં જ્યાં માનવતા મળી જાય
ભક્તિ પ્રેમને પકડી ચાલતા,પરમાત્માની કૃપા થઈ જાય
મળે પ્રેમ માબાપનો સંતાનને,જે ઉજ્વળ જીવન દઈ જાય
આશિર્વાદની પવિત્રરાહે,જીવનમાં ના તકલીફ મળી જાય
……………એજ સાચી કૃપા પ્રભુની,જે સંતાનના વર્તને  દેખાય.
આગમન વિદાયની દ્રષ્ટિ,જગતમાં નાકોઇ જીવથી જોવાય
કર્મની ઉજ્વળ કેડી  લેતાં,સંત જલાસાંઇની કૃપા થઈ  જાય
મળે દેહને માનઅવનીએ,જ્યાં જીવને નિર્મળરાહ મળીજાય
કુદરતની છે અપાર લીલા,જીવને વિદાય વેળાએ સમજાય
…………અવનીપરનુ આવનજાવન,જીવને માયાથી સમજાય.

**************************************************

May 29th 2015

મારુ તારુ

.                . મારુ તારુ

તાઃ૨૯/૫/૨૦૧૫                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ પ્રેમથી ભક્તિ કરતા,પાવન રાહ મળી જાય
શ્રધ્ધારાખીને દીવો પ્રગટતા,જીવનસુખી થઈ જાય
………….એજ સાચી ભાવના જીવની,નિખાલસ પ્રેમ પામી જાય.
ઉજ્વળજીવનની કેડી મળે,જ્યાં કૃપાપ્રભુની થઈજાય
ના મારુ તારુની માયા વળગે,એ જન્મસફળ કરી જાય
મળે દેહને માન સન્માન,જ્યાં પવિત્રરાહ દેવાઈ જાય
અનેક જીવોને શાંન્તિ મળતા,પરમાત્માની કૃપા થાય
………….એજ સાચી ભાવના જીવની,નિખાલસ પ્રેમ પામી જાય.
મળતી માયા કાયાને જગે,જે કળીયુગની કેડીએ દેખાય
શાંન્તિનો સહવાસ મેળવવા,પવિત્રપ્રેમથી ભક્તિ થાય
મારુ એતો જીવનો સંબંધ,ને તારુએ કર્મબંધનથી દેવાય
ના માગે મળે જીવને જગતમાં,એજ સાચી કૃપા કહેવાય
………….એજ સાચી ભાવના જીવની,નિખાલસ પ્રેમ પામી જાય.

=====================================