May 6th 2015

કલમની ઉજ્વળકેડી

.                .vijay

 

 

 

.

 

 

.                   કલમની ઉજ્વળકેડી

તાઃ૨/૫/૨૦૧૫                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

કલમનીકેડી પકડી ચાલતાં,મનને શાંતિ મળી જાય
પાવન રાહ  જીવનમાં પકડી,એ હ્યુસ્ટન આવી જાય
….એવા ઉજ્વળ જીવનધારી,વિજયભાઈ કલમપ્રેમી કહેવાય.
માગણીમોહને દુર રાખીને,પ્રેમ સૌને એ આપી જાય
નાઅભિલાષા નામાયા સ્પર્શતા,સન્માનને પામી જાય
માસરસ્વતીની અસીમકૃપા,એ તેમની રચનાએ દેખાય
મળે સાચીરાહ વાંચકને,એકલમની ઉજ્વળકેડી કહેવાય
….એવા ઉજ્વળ જીવનધારી,વિજયભાઈ કલમપ્રેમી કહેવાય.
સાહિત્યની એક સાચીકેડી,એતેમની નિર્મળતા કહેવાય
મળે માનસન્માન તેમને,જેથી પ્રદીપને આનંદ થાય
કૃપા મળે માતાની તેમને,જે અખંડઆનંદ આપીજાય
કલમપ્રેમીઓનુ ગૌરવછે,જે તેમની સિધ્ધીએમળીજાય
….એવા ઉજ્વળ જીવનધારી,વિજયભાઈ કલમપ્રેમી કહેવાય. +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ .                .હ્યુસ્ટનમાં વસતા ગુજરાતીઓ માટે શ્રી વિજયભાઈ શાહ કે જે કલમની
ઉજ્વળરાહ  પકડી માતા સરસ્વતીની અસીમકૃપા મેળવી અહીના કલમ પ્રેમીઓને
કલમની કેડીએ દોરી રહ્યા છે અને જગતમાં વસતા ગુજરાતીઓને કલમ દ્વારા આનંદ
આપી રહ્યાછે તે અહીંના કલમપ્રેમીઓ માટે અભિમાન છે.તેની યાદરૂપે  આ લખાણ
સપ્રેમ ભેંટ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ,નવીનભાઈ બેંકર સહિત હ્યુસ્ટનના સૌ કલમ  પ્રેમીઓના
જય શ્રીકૃષ્ણ અને જય જલારામ.

May 6th 2015

પાવન કેડી

.              .પાવન કેડી

તાઃ૬/૫/૨૦૧૫               પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રપ્રેમની ગંગા વહે,જ્યાં નિર્મળતાએ જીવાય
પાવન કર્મની રાહ મળે,જ્યાં કુદરતની કૃપા થાય
…..પ્રેમ મળે માસરસ્વતીનો,જ્યાં કલમનીકેડીને પકડાય.
કુદરતની આ અસીમલીલા,ના માનવીને સમજાય
શબ્દની શીતળકેડી મળતાં,કલમ ઉજ્વળ થઈજાય
મનની મુંઝવણ દુરરહે,જ્યાં કલમપ્રેમીઓમળીજાય
આવી આંગણે પ્રેમ રહે,જ્યાં કલમપ્રેમીઓ હરખાય
…..એજ કૃપા છે માતાજીની,ના અભિમાન કોઇ અથડાય.
કુદરતની આ પરમકૃપા,જે લાયકાતે જ મળી જાય
અભિમાનનીરાહને દુર રાખતા,સૌનો પ્રેમ મળીજાય
મળેલ ઉજ્વળરાહને સંગે,સન્માનનીગંગા વહી જાય
પ્રેમપારખી સંગે રહેતા,માતાની પરમકૃપાથઈ જાય
…..એજ લાયકાતછે કલમપ્રેમીની,જે પાવનકેડીએ દેખાય.

+++++++++++++++++++++++++++++++++++++