May 28th 2015

લાયકાત કેટલી

.                .લાયકાત કેટલી

તાઃ૨૮/૫/૨૦૧૫                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

કોની કેટલી છે લાયકાત,એતો સમય જ બતાવી જાય
ના માગણીની કોઇ જરૂર પડે,કે ના ભીખ મંગાવી જાય
…………..એજ સાચી લાયકાત છે,જે કલમથી પકડાઈ જાય.
શબ્દે શબ્દને પારખીને ચાલે,એજ કલમપ્રેમી કહેવાય
લાગણી મોહ ના અડે કદીયે,ત્યાંજ નિર્મળતા મેળવાય
કાગળ પકડી વાંચવુ,એ ના બુધ્ધિનો ઉપયોગ કહેવાય
દેખાવની દુનીયા પકડી ચાલે.એને જ કુબુધ્ધિ કહેવાય
………..મળે મા સરસ્વતીની કૃપા,જે સાચી કલમપ્રીત કહેવાય
કલમની નિર્મળ કેડીએ, નિખાલસ વાંચકો મળી જાય
મળે ઉજ્વળ પ્રેમ પ્રેમીઓનો,જેઆંગણીએ ચીધીજાય
નાઅપેક્ષા કે ના કોઇ માગણી,એજ સાચી કૃપા કહેવાય
અભિમાનના વાદળમળે,જ્યાં ઇર્શાએ આંગણી ચીંધાય
…………એજ અજ્ઞાનતા માનવીની,જેનાથી કલમ ના પકડાય.

++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment