June 12th 2015

તમે એવા ને એવા રહ્યા

જય જલારામ                  તમે એવા ને એવા રહ્યા

    તાઃ૧૨/૬/૨૦૧૫                                            …પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના ના મનુભાઈ વાત એમ છે કે આજથી પચાસ વર્ષ પહેલા આપણે જ્યારે નિશાળમાં ભણતા હતા ત્યારે મને યાદ છે કે તમે મને ભણતર તરફ દોર્યો હતો જેથી આજે હું તન અને મનથી શાંન્તિ મેળવી આનંદ માણી રહ્યો છુ.તમે પણ સાચી રાહ લીધી હતી.તમારા પિતા ઘોડાગાડી ચલાવતા હતા તે રાહથી તમે ભણીને વકીલ થયા જેથી તમારા પિતાજીને ખુબ શાંન્તિ મળી .જીવનમાં સાચી રાહ એ પરમાત્માની કૃપા અને સારા મિત્રોનો પ્રેમ જ આગળ લઈ જાય છે.મારૂ તારૂની માગણીમાં એ સમાતુજ નથી. તમારા પત્નિ ગંગાબેને પણ જીવનમાં મહેનત કરી હતી એના ફળ રૂપે તમે જુઓ કે તમારા સંતાનો પણ મહેનત કરી પવિત્રરાહ જીવી રહ્યા છે. તમારો મોટો દીકરો ભાવેશ આજે અમેરીકામાં પણ સારી નોકરી કરી રહ્યો છે.તમારો આલોક તો અત્યારે પણ સવારે મને જુએ કે તરત જ  જય જલારામ જય સાંઈરામ બોલી હાથ જોડી નમન કરી જાય છે.આ બધુ જોઇ મને ઘણો આનંદ થાય છે.

આ સાંભળી મનુભાઈ હરીહરભાઈને કહે છે કે સાચી શ્રધ્ધાએ ભક્તિ કરીએ તો કૃપા થાય પણ કર્મના બંધન અને સમયની જ્યોત એતો સમજી વિચારી જીવીએ તોજ પકડી રખાય નહીં તો જગતમાં કોઈનેય ખબર નથી કે પોતાનુ કુળ કેવી રીતે આગળ વધી રહ્યું છે.તમે જુઓ કે તમારો દીકરો અલખ પરણ્યા પછી પણ તમારી સાથે રહે છે અને તેની વહુ જ્યોતિ પણ તમારી સેવા કરે છે. મારા દીકરાના નશીબમાં નહીં હોય તેથી તેને અમેરીકા જતા રહેવુ પડ્યુ અને પોતાની જીંદગી જીવી રહ્યો છે.આતો કર્મના સંબંધ છે. જુઓને તમારો બીજો દીકરો રાઘવ પણ પરણી ગયો અને તેની વહુ પ્રીતિને પણ સરકારી નોકરી મળતા વડોદરામાં રહેવા ચાલી ગયા આતો સમયની વાત છે. મારા જીવનમાં મેં કદી કોઇને દુઃખ નથી આપ્યું કે નથી કદી કોઇને ઉંધા માર્ગે જવાનુ બતાવ્યુ. કારણ મારા કરેલા કર્મજ મને સાથ આપશે તેનો મને ખ્યાલ છે.આપણે સાથે બેઠા છીએ કારણ આપણે ગયા જન્મનું બંધન છે જે વાતચીત કરાવી શાંન્તિ આપે છે. ચાલો તો આજની વાતને અહીં અટકાવીએ.કારણ હું મારા દીકરાને ત્યાં વડોદરા રહુ છુ. પણ આજે આપણા નસીબમાં હશે તો હું મારા ફોઇના નાના દીકરાને ત્યાં તેની બેબીનો ચાંલ્લાનો પ્રસંગ હતો એટલે આવ્યો હતો તો વળી મને જુની યાદ આવતા અહીં આવ્યો ને આપણે મળ્યા.આ મને લેવા આવે છે એ મારા ફોઇનો દીકરો રાજુ છે.રાજુ આ મારા જુના મિત્ર છે આજે તારે ત્યાં આવ્યો તો મને વર્ષો પછી મળ્યા.નમસ્તે કાકા એમ રાજુ બોલ્યો. હરિહરભાઈ કહે મનુભાઈ હું અહીંયાં ત્રણ દીવસ રહેવાનો છુ.તો કાલે આપણે સાંજે અહીં મળીશુ.ચાલો હુ જાઉ છુ.જય જલારામ. મનુભાઈ આમ તો સાંજે પાંચ વાગે આ બાગમાંથી ઘેર જવા નીકળે.પણ આજે તેમના જુના મિત્ર હરિહરભાઈ સાડા ચાર વાગે જતા રહ્યા ત્યારે તે એકલા પડી ગયા પણ તે વખતે તેમને ઘણા સમય બાદ મળેલ જુના મિત્રની ભુતકાળ યાદ આવતા વિચારવા લાગ્યા કે આ પરમાત્માની અજબ લીલા છે મને તો ખ્યાલ પણ ન હતો કે આજે હરિહરભાઈ આવીને મળશે. કર્મની લીલા તો કુદરતની કૃપાએજ મળી જાય.અને વિચારવા લાગ્યા કે સંતાનને સાચીરાહ એ માબાપના આશિર્વાદથી જ મળે.જ્યારે કળીયુગની કેડી મળે ત્યાં નાકોઇ વડીલની કે માબાપની કૃપા મળે. એ સંતાનના વર્તનથી દુર રહેવા માબાપ ભગવાનને પ્રાર્થના કરે.આમ વિચારના વાદળમાં સાંજના સાડા છ થઈ ગયા.ત્યાં સફાઈ કરનાર આવ્યા ત્યારે ત્યાંથી ઉઠી ઘેર જવા નીકળ્યા.મનના વિચારોમાં સમયનો ખ્યાલ પણ ના રહ્યો.ઘેર પહોચ્યા ત્યારે તેમના પત્નિ ગંગાબેન કહેવા લાગ્યા કે આજે તમે મોડા કેમ આવ્યા? તમે કોઇ કામમાં રોકાયા હતા કે કોઇને મળવા ગયા હતા.ત્યારે તેમણે કહ્યુ કે આજે મારા બહુ જુના મિત્ર આવ્યા હતા મને મળ્યા એટલે જુની યાદો આવી એટલે મોડુ થયુ. અમે સાથે ભણતા હતા ત્યારે જે રીતે મને પ્રેમ કરતા હતા તેજ નિખાલસ પ્રેમ અત્યારે પણ તેમની વાતો પરથી મને લાગ્યુ કે હરિહરભાઈ પહેલા નાના હતા તે વખતે જેવા હતા એવાને એવા આજે પણ રહ્યા છે. તું વિચારકર કે ભગવાનની કેટલી અસીમકૃપા છેકે તેમના સંતાનો પણ તેમને અનુસરે છે.એજ સાચી શ્રધ્ધા અને ભક્તિ છે જેનુ ફળ તેઓને પરમાત્મા આપે છે. અત્યારે મારા મગજમાં થોડી ચિંતા છે એટલે હું સુવા જાઉ છું.કાલે કદાચ મારા મિત્ર અહીં મળવા આવશે.ત્યારે થોડી વાતચીત કરી મગજ થોડુ હળવુ કરીશ જય જલારામ.

બીજા દિવસે સવારમાં મનુભાઈ સાત વાગે પણ ઉંઘતા હતા તેથી તેમના પત્નિ તેમને ઉઠાડવા ગયા તેમને ઉંઘતા જોઇ કહે,આજે તમે કેમ હજુ ઉઠ્યા નથી? સાત તો વાગી ગયા તમે તો સવારે છ વાગે ઉઠી જાવ છો. અચાનક અવાજ સાંભળ્યો એટલે જાગી ગયા અને બોલ્યા મને રાત્રે બરાબર ઉંઘ નથી આવી વિચારોના વમળમાં રાત પસાર થઈ. જીવનમાં જ્યારે અટકળોનો ભાર હોય ત્યારે કેવી રીતે બચવુ મને કાંઇ સમજ પડતી નથી. અત્યારે કશોય વિચાર કર્યા વગર નાહી ધોઈ સેવા પુંજા કરો નહીં તો મોડુ થશે.

સમય તો કોઇથી રોકાતો નથી.પણ કદાચ સમયને સમજીને જો ચાલો તો જીવનમાં રાહત  રહે અને ભુતકાળને યાદ ન કરતા ભુલી જવાથી શાંન્તિ મળે.મનુભાઈની પણ એજ હાલત થઈ છે. સંતાનોને જીવનમાં શાંન્તિ મળે અને પરમાત્માની કૃપા થાય તે ભાવના રાખી સંત જલાબાપા અને સંત સાંઈબાબાની ભક્તિ ઘરમાં પણ શ્રધ્ધાથી કરી રહ્યા છે. જીવનમાં શાંન્તિના વાદળ હાલ ફરી રહ્યા છે તેમ લાગે છે અત્યારે અમુક પ્રસંગો જે ભુલવાની ઈચ્છા રાખે છે તે બહુ ઓછા યાદ આવે છે.પણ જ્યારે હરિહરભાઈને મળ્યા ત્યાર બાદ તેમને થોડો ભુતકાળ યાદ આવ્યો.

મનુભાઈ અને ગંગાબેનને આજથી થોડા વર્ષ પહેલા તેમના દીકરા ભાવેશને ત્યાં અમેરીકા જવાનું થયુ.ભાવેશનો દીકરો નિરજ ભણવામાં ઘણા માર્ક્સ સાથે કૉલેજમાં બીજા વર્ષે પ્રથમ આવ્યો તેથી તેને કૉલેજ તરફથી બેસ્ટ સ્ટુડન્ટ તરીકે સન્માન જાહેરમાં આપવાનુ હતું.તો ભાવેશે માતાપિતાને પ્રસંગમાં પધારવા ટિકીટ મોકલી એટલે ત્યાં ગયા.પહેલી વખત ભાવેશને ત્યાં જવાનુ થયુ એટલે જે સગવડ હતી તે પ્રમાણે વસ્તુઓ લઈને ગયા હતા.ભાવેશ અને તેની પત્નિ લીલાએ જ્યારે એ બધુ જોયુ ત્યારે કહે તમારે આ કાંઈ લાવવાની કોઈજ જરૂર ન હતી,અહીં કોઇ તેનુ ધ્યાન આપતુ નથી.આ સાંભળતા મનુભાઈ અને ગંગાબેન વિચારવા લાગ્યા કે આ છોકરાની વહુ આવુ કેમ બોલે છે.આમ વિચારી રૂમમાં બેઠા હતા.મનુભાઈને તરસ લાગી તો તેમની પત્નિને કહે રસોડામાં જઈને જરા પાણી લઈ આવને. ગંગાબેન પાણી લેવા રસોડામાં ગયા તો ભાવેશ અને તેની વહુ રસોડામાં ખાવા બેઠા હતા.ગંગાબેનને કંઈક સુગંધ આવી એટલે ટેબલ નજીક ગયા.તો તેમનો દીકરો અને વહુ  ચીકન અને શરાબ પીતા ખાતા હતા.ગંગાબેને રૂમમાં જઈ બારણુ બંધ કરી મોં પર આંગળી મુકીને પતિને કહે તમે રસોડામાં નાજશો કારણ આપણો છોકરો ને વહુ રસોડામાં દારૂ અને માંસ ખાય છે.હવે આપણાથી અહીં ફરી ના અવાય. અને આમ મગજના ભારથી બંન્ને સુઈ ગયા.

બીજે દીવસે સવારે તેઓ ઉઠ્યા ન હતા એટલે ભાવેશે બારણુ ખખડાવી કહ્યુ પપ્પા હું અને  લીલા નોકરી પર જઈએ છીએ.સાંજે આવીશું.એમ કહી બંન્ને પોતપોતાની ગાડી લઈને નીકળી ગયા. મનુભાઈ અને ગંગા બહેન જાગીને પોતાનુ કામ કરી રૂમમાં બેસી અને ભગવાનની ચોપડી વાંચતા હતા.નોકરીએથી ભાવેશ પહેલો આવી ગયો.લીલા સાંજે મોડી આવે.

એક દીવસ ભાવેશને મનુભાઈ કહે બેટા તું ક્યાં નોકરી કરે છે? ભાવેશ કહે મારા મિત્રની બીયરની દુકાન છે તેમાં હું રજીસ્ટર પર કામ કરુ છું.ગંગાબેન કહે અને તારી વહુ ક્યાં નોકરી કરે છે?મમ્મી એ મોટા ગ્રોસરી સ્ટોરમાં કીચનમાં કામ કરે છે.આ સાંભળી મનુભાઈ અને ગંગાબેન સ્તબ્ધ થઈ ગયા.બંન્ને ચુપ થઈ ગયા. સમય થતા બંન્ને પોતાની સુવાની રૂમમાં આવી ગયા. બીજે દીવસે શનિવારે સવારમાં સાથે બેસી નાસ્તો કરતા હતા તે વખતે ગંગાબા પૌત્ર નિરજને કહે બેટા દાદાને એક વખત તારા પપ્પાની નોકરીની જગ્યા તો બતાવ અને પછી એક દીવસ તારી મમ્મીની નોકરી પણ બતાવજે. આમ કહી પછી રૂમમાં જઈને બેઠા તો થોડી વાર પછી તેમની રૂમમાં જઈ નિરજ કહે બા આ શનીવારે હું તમને લઈ જઈશ.તમે પપ્પા મમ્મીને ને કહેશો નહીં.

આમ સમય પસાર કરતા કરતા બીજો શનિવાર આવી ગયો બપોરે બે વાગે નિરજ તેમની રૂમમાં  આવી કહે,દાદા બા તમે તૈયાર થઈ જાવ હું તમને પપ્પાની દુકાને લઈ જાઉ.બંન્ને તૈયાર થઈ ગયા નિરજ તેમને ગાડીમાં લઈ દુકાને પહોંચ્યો દુકાનનું નામ ‘ગોલ્ડન બીયર’ હતુ.બહારથી જોઇનેજ માબાપ સ્તબ્ધ થઈ ગયા અંદર પેસતા બધા ટેબલો પર કસ્ટમરો  દારૂ પિતા હતા અને માંસ ખાતા હતા. દાદા નિરજને કહે બેટા ચાલ આપણે તારા મમ્મીને મળવા જઈએ. ત્યાંથી બા દાદાને લઈ નિરજ મોટા ગ્રોસરી સ્ટોરમાં આવ્યો.સ્ટોરમાં છેક અંદર આવ્યા ત્યાં લીલા મોઢુ બાંધી ગ્રાહકને માંસ કાપીને આપતી હતી.મનુભાઈ કે ગંગાબેનને ઓળખણ ના પડી ત્યારે નીરજે આંગળી ચીંધી મમ્મી પેલી રહી.ત્યાંજ બંન્નેને આશ્ચર્ય થયુ આ કઈ જાતની જીંદગી ભાવેશ અને લીલા જીવી રહ્યા છે.ઘણા દુઃખ સાથે તેઓ નિરજ સાથે ઘેર આવ્યા. બીજે દીવસે ભાવેશને રજા હતી.તેથી તે થોડો મોડો ઉઠી ચા નાસ્તો કરવા બેઠો હતો તે વખતે મનુભાઈ અને ગંગાબેન ત્યાં આવીને બેઠા.મનુભાઈ કહે બેટા તુ તો ભારતમાં એન્જીનીયરનુ ભણેલ અને નોકરી પણ કરતો હતો. તો અહીં આવી નોકરી ક્યાંથી કરે છે. ત્યારે ભાવેશ કહે પપ્પા આપણા ભણતરની અહીં કોઇ જ કીંમત નથી.અહીં તમને કોઇ પણ સારી નોકરી નામળે કારણ આ દેશમાં લોકોને ખબર છેકે એક ભારતીય છ અમેરીકનનુ કામ કરી શકે છે. ઇમાનદારીથી મહેનત કરે તેથી સફળતા મળે જ.એટલે અહીં નોકરની નોકરી કરવી પડે.

સમય તો જતો રહ્યો આજે અમેરીકાથી પાછા આવ્યાને પાંચ વર્ષ થયા પણ મન યાદ તો કરે કારણ પોતાના સંતાનનુ વર્તન અને જીવન તેમને દુ”ખ આપી રહ્યુ છે .આ બધુ અત્યારે તો યાદગીરી જ છે જે યાદ કરતા ખુબ દુ”ખ થાય પણ છતાં જ્યારે યાદ આવે ત્યારે ભગવાનને પ્રાર્થના કરવાની કે મોહમાયાથી મુક્તિ આપી આપણને મળેલ સંસ્કાર સાચવી માબાપે આપેલ ભક્તિને પકડી આપણે એવાને એવા રહી જીવન જીવીએ એજ પ્રાર્થના.

==========================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment