October 29th 2015

સ્નેહની જ્યોત

.                    .સ્નેહની જ્યોત

તાઃ૨૯/૧૦/૨૦૧૫                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમ સ્નેહની પ્રેમાળ જ્યોતે,દેહનીમાનવતા મહેંકી જાય
કુદરતની આ અજબલીલા,અવનીપર આગમને સહેવાય
………સમજણની સાચી રાહે ચાલતા,પરમાત્માની કૃપા થઈ જાય.
નિર્મળ જીવનનીરાહ મળે,જ્યાં અપેક્ષાઓથી દુર રહેવાય
મળે પ્રેમની કેડી જીવનમાં,જે જીવનને પાવન કરી જાય
સુખ શાંન્તિના વાદળ વર્ષે,ના કોઈથી જગતમાં છટકાય
પળેપળને સમજી ચાલતા,જીવનેઅનંતશાંન્તિ મળીજાય
………સમજણની સાચી રાહે ચાલતા,પરમાત્માની કૃપા થઈ જાય.
કર્મના બંધન જીવને જકડે,જ્યાં જન્મમરણ બંધાઈ જાય
અવનીપરનો સંબંધ તો જીવને,અનેક દેહથી સ્પર્શી જાય
કરેલકર્મએ જીવનેજકડે,જે જીવનુ આવનજાવન કહેવાય
મળેલ સાચો પ્રેમ માનવને,જ્યોત બની નેજ સ્પર્શી જાય
………સમજણની સાચી રાહે ચાલતા,પરમાત્માની કૃપા થઈ જાય.

============================================