October 24th 2015

ગઝલ સમ્રાટનુ સન્માન

Gulam.

.                      . ગઝલ સમ્રાટનુ સન્માન  .         

તાઃ૨૪/૧૦/૨૦૧૫                           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

ગુલામભાઈની ગઝલ છે એવી,જાણે સાહિત્યના વાદળ ગાજતા ભઈ
અજબ કલમનીકેડી પકડી ચાલતા,ગઝલ સમ્રાટ બની ગયા છે ભઈ
…એવા કલમપ્રેમી શ્રી ગુલામભાઈ,સરસ્વતી સંતાનને મળવા હ્યુસ્ટન આવ્યા ભઈ.
શેર શાયરી એ કૃપા છે માતાની,જે તેમની ચાલતી કલમે મેળવાય
શબ્દેશબ્દને પકડીચાલતા સર્જક શ્રી ગુલામઅબ્બાસ નાશાદ કહેવાય
મળે માતાનો સાચોપ્રેમ જીવનમાં,એ સાહિત્યની લાયકાતે મેળવાય
પરમકૃપાના પાત્ર જીવનમાં બનતાં,જગતમાં કલમપ્રેમીથી ઓળખાય
…એવા કલમપ્રેમી શ્રી ગુલામભાઈ,સરસ્વતી સંતાનને મળવા હ્યુસ્ટન આવ્યા ભઈ.
માયાના વાદળ ના અડકે જીવનમાં,કે ના મોહની કોઇ કેડી દેખાય
સરળજીવનની રાહે ચાલતાં,જગતમાં શેર શાયરીના સર્જક કહેવાય
પ્રદીપને હૈયે આનંદ અનેરો,કલમની સાચીકેડી દેવા પ્રેમે મળી જાય
એજ કૃપા મા સરસ્વતીની આજે,જે કલમપ્રેમીઓને સંગ કરાવી જાય
…એવા કલમપ્રેમી શ્રી ગુલામભાઈ,સરસ્વતી સંતાનને મળવા હ્યુસ્ટન આવ્યા ભઈ.

************************************************************
માતા સરસ્વતીની અસીમ કૃપા પામીને કલમની પવિત્ર કેડીએ ચાલતા પુજ્ય શ્રી ગુલામભાઈ અબ્બાસ નાશાદ  હ્યુસ્ટનના કલમપ્રેમીઓના પ્રેમને પારખી અત્રે પધાર્યા છે તે માટે તેમનો અંતરથી   આભાર સહિત  હ્યુસ્ટનની યાદ રૂપે સપ્રેમ ભેંટ
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ  સહિત  હ્યુસ્ટનના મા સરસ્વતીના સંતાનના વંદન. તાઃ૨૪/૧૦/૨૦૧૫.