October 27th 2015

કોણ આવે?

Krupa.

 

 

 

 

 

 

 

 

.                      . કોણ આવે?

તાઃ૨૭/૧૦/૨૦૧૫                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને મળે માનવદેહ અવનીએ,જ્યાં પરમાત્માની કૃપા થાય
કર્મનાબંધન જીવનો છે સંબંધ,જે અવનીપર આગમને દેખાય
………. પરમકૃપાળુ છે પરમાત્મા જગતમાં,જે સરળજીવનથી સમજાય.
માનવ જીવન મળે કર્મબંધને,જે અવનીપર સંબંધથી દેખાય
માનવતાનીમહેંક પ્રસરે જીવનમાં,જ્યાં નિર્મળજીવનજીવાય
ભક્તિભાવનો સંગ રાખતા માનવને,ના આફત કોઇ અથડાય
આવીઆંગણે પ્રભુકૃપા રહે,જેના આગમને જીવન ઉજ્વળ થાય
………. પરમકૃપાળુ છે પરમાત્મા જગતમાં,જે સરળજીવનથી સમજાય.
જીવને મળેળ જ્યોત જગતમાં,પવિત્ર રાહ જીવને આપી જાય
વડીલને વંદન પ્રેમથી કરતાં,આશીર્વાદે પાવનરાહ મળીજાય
પ્રેમની વર્ષા આંગણે આવતા,અદભુતરાહ જીવનમાં મળી જાય
કોણ આંગણે ક્યારે આવશે,ના કોઇ અપેક્ષા જીવને દેહથી રખાય
………. એજ પરમકૃપાળુ છે પરમાત્માની,જે સરળ જીવનથી મળી જાય.

———————————————————————

October 27th 2015

પાવન જીવન

.            . પાવન જીવન

તાઃ૨૭/૧૦/૨૦૧૫              પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ જીવનની મહેંક પ્રસરે,જ્યાં સાચી રાહે જીવાય
અપેક્ષાના વાદળ તોડતા,જીવપર પ્રભુકૃપા થઈ જાય
…….એજ સાચી રાહ જીવનની,જ્યાં પાવનકર્મનો સંગ લેવાય.
દુઃખની દોરીતો સૌને જકડે,ઉજ્વળ રાહ પણ  છુટી જાય
સુખનીએકજ અપેક્ષાએ,જીવનમાં અશાંન્તિ આપી જાય
પરમપ્રેમની રાહ મળે,જ્યાં શ્રધ્ધાએ સાચી ભક્તિ થાય મોહનીકેડી અંતરથી છુટતાં,જલાસાંઇની કૃપા થઈજાય
…….એજ સાચી રાહ જીવનની,જ્યાં પાવનકર્મનો સંગ લેવાય.
સુર્યદેવના આગમનથી અવની પર,સુપ્રભાત મળી જાય પ્રથમપુંજા સુર્યદેવનીકરતાં,જીવપરઅજબકૃપા થઈજાય પાવનદ્વારને ઉજ્વળ કરવા,,આંગણે આવીને અર્ચના થાય
મળી જાય જીવને પાવન  જીવન,જે મુક્તિ માર્ગ દઈ જાય
……એજ સાચી રાહ જીવનની,જ્યાં પાવનકર્મનો સંગ લેવાય. =========================================== =