October 16th 2015

માડીનો ગરબો

……….Ambe Mataji

.                  . માડીનો ગરબો

તાઃ૧૬/૧૦/૨૦૧૫                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારા ગરબે ઘુમવા,મન મારુ આજ હરખાય
પાવનપ્રેમથી ડાંડીયા રમતા,તાલીઓ પડી જાય
………નવરાત્રીની પવિત્ર રાત્રીએ,માતાને પ્રેમે વંદન થાય.
અનંત પ્રેમ માતાનો મળે,જ્યાં નિર્મળતાએ ઘુમાય
તાલેતાલની અજબકેડીએ,માતાને શ્રધ્ધાએ પુંજાય
શબ્દસુરને સમજી રહેતા,તાલની કેડી ઉજ્વળ થાય
આરાસુરથી મા અંબે આવે,ને કાસોરથી મા કાળકા
……..એજ  શ્રધ્ધા ભક્તિ છે,જે માતાના ગરબે ઘુમે મળી જાય.
પ્રેમ ભાવથી તાલી લેતા,મા દુર્ગાની કૃપા થઇ જાય
બહુચરમાને પ્રાર્થના કરતા,માતાનો પ્રેમ મળીજાય
પવિત્ર પ્રસંગને પારખતા,આસો માસે ગરબે ઘુમાય
ઉજ્વળ જીવનની રાહે મળે,જ્યાં નવરાત્રી ઉજવાય
………પરમપ્રેમની ગંગાએ,મળેલ જીવન પાવન થઈ જાય

=====================================