October 20th 2015

માતાના પગલાં

Ma Ambe……....

.                      . માતાના પગલાં

તાઃ૨૦/૧૦/૨૦૧૫                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

જય જય અંબે મા જય જય દુર્ગે મા,જય જય કાળકા મા
પ્રેમ ભાવથી ગરબે ધુમતી,નારીઓ માને વંદન કરીજાય
…..એવા નવરાત્રીના પવિત્ર દીને,ગરબે ઘુમી માતાને રાજી કરાય.
તાલી તાલે રમતી સહેલીઓ,સંગે ભક્તોનાતાલ મળી જાય
ડાંડીયાની અનોખી રેલીએ,ભક્તો ગોવાળીયાઓ બની જાય
ગોપીઓ સંગે તાલ દેતા અજબ ઢોલ નગારાય વાગી જાય
ડગલે પગલે માને પુંજતા,હૈયે અનંત આનંદ મળી જાય
…..એવા નવરાત્રીના પવિત્ર દીને,ગરબે ઘુમી માતાને રાજી કરાય.
આરાસુરથી મા અંબે આવ્યા,ને કાસોરથી માતા મહાકાળી
અજબ કૃપાની કેડી સંગે લઈને,માતા દુર્ગા પણ આવી જાય
બહુચરામાની પ્રેમનીરાહે,ભક્તોને અનંત આનંદ મળી જાય
ખોડીયારમાતાની જ્યાંમળી કૃપા,ત્યાં પ્રેમથી ગરબા ગવાય
…..એવા નવરાત્રીના પવિત્ર દીને,ગરબે ઘુમી માતાને રાજી કરાય.

**************************************************