October 9th 2015

દશેરાની જ્યોત

.                      .દશેરાની જ્યોત

તાઃ૯/૧૦/૨૦૧૫                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબ શક્તિ પામી ભક્તિથી,એજ શ્રધ્ધા સાચી કહેવાય
ભોલેનાથની કૃપા પામતા,રાવણ લંકાનો રાજા થઈ જાય
………એ અજબલીલા અવિનાશીની ના માનવ મને સમજાય.
ભક્તિભાવથી પ્રભુને  રાજીકરતા,કૃપા માનવ પર થઇજાય
આશીર્વાદની એક જ કેડીએ,અજબ શક્તિને એ પામી જાય
ભોલેનાથની ભોળી ભાવનાએ,રાજા થઈને રાવણ હરખાય
સમય ઉંમરના પકડાય કોઇથી,એતો સમયે સમજાઇ જાય
………એ અજબલીલા અવિનાશીની ના માનવ મને સમજાય.
મળેલ સાચા આશિર્વાદ ભોલેનાથના,નાકોઇથી તેને અંબાય
કળીયુગ કેરી એક જ ટકોરે ,રાવણની બુધ્ધિ પણ ભટકી જાય
પરમાત્મા રામ થઈ આવ્યા,ને સીતાજીનુ હરણ કરાવી જાય
બુધ્ધિ બગડેલ રાવણની લંકામાં જ,પ્રભુ રામથી દહન થાય
………એ અજબલીલા અવિનાશીની ના માનવ મને સમજાય.

=====================================