November 17th 2015

બાપાનો જન્મદીવસ

Copy of Jalaram

.                    .બાપાનો જન્મદીવસ

તાઃ૧૮/૧૧/૨૦૧૫  (કારતક સુદ ૭)  પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિરાહ જગતને દેવા,વિરપુરમાં એ જન્મ લઈ જાય
રાજબાઈમાતાના એ સંતાન,ને પિતા પ્રધાન  કહેવાય
………..એવા પવિત્ર રાહી જગતમાં,શ્રી જલારામ બાપા કહેવાય.
આંગળી પકડી ભક્તિની,ત્યાં વિરબાઈ માતા મળી જાય
શ્રધ્ધા રાખી સંતોને જમાડવા,સદાવ્રતનુ સ્થાપન થાય
આવી અનેક જીવો જમે,જ્યાં પરમાત્માથી પરીક્ષા થાય
સાચી રાહ પકડી જીવનમાં,જે પવિત્ર ભક્તિપ્રેમકહેવાય
………..એવા વ્હાલા જલાબાપાનો,આજે જન્મ દીવસ ઉજવાય.
સંસ્કાર સાચવી સંગ આપતા,વિરબાઈમાની પરીક્ષા થાય
પરમાત્મા આવી સેવા માગતા,જલાના આદેશે ચાલી જાય
અજબ શક્તિ છે ભક્તિની જગતમાં,જ્યાં સિધી રાહ લેવાય
સેવાકરવા જતાવિરબાઈને,ઝોળી લાકડીઆપી ભાગી જાય
……….એવા વ્હાલા જલાબાપાનો,આજે જન્મ દીવસ ઉજવાય.

======*******======*******======*******=====*******==

.          .જગતમાં પરમાત્માની કૃપા પામવાની સાચી રાહ બતાવી પવિત્ર જીવન
જીવેલા સંસારીસંત પુજ્ય જલારામબાપાનો હિન્દુ તહેવાર પ્રમાણે આજે જન્મદીવસ
છે તે દીવસની યાદ રૂપે તેમના ચરણમાં ભક્તિરાહ દેનાર સંતને જય શ્રીરામ સહિત
આ કાવ્ય વંદન સહિત જન્મદીનની યાદ રૂપે અર્પણ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ પરિવારના જય શ્રી રામ.

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment