November 3rd 2015

પવિત્ર તહેવારો

.             . પવિત્ર તહેવારો

તાઃ૩/૧૧/૨૦૧૫                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

હિન્દુ ધર્મની છે  પવિત્રતા,તેના પવિત્ર તહેવારથી દેખાય
વર્ષમાં આવતા તહેવારો,જીવની માનવતા મહેંકાવી જાય
………..એ જ અસીમ કૃપા પરમાત્માની,જ્યાં પ્રસંગનો પ્રેમ મેળવાય.
અવનીપરનુ આગમન જીવને,માબાપનોપ્રેમ આપી જાય
સરળતાથી જીવન જીવતા,ભાઈ બહેનનો પ્રેમ  મળી જાય
કુટુંબનીનિર્મળકેડીએ ચાલતા,પ્રસંગોને આનંદથીઉજવાય
એજ સાચીપવિત્રતા કહેવાય,જ્યાં પરમાત્માને વંદન થાય
……..એ અસીમકૃપા જલાસાંઇની કહેવાય,જ્યાં સંસારમાં પ્રેમે જીવાય
પ્રસંગને પકડી પ્રેમે ચાલતા,અનેકની પ્રેમવર્ષા થઈ જાય
બહેનનો પ્રેમ મળે ભાઈને,જ્યાં રક્ષાબંધને રાખડી બંધાય
જન્મદીનની યાદરાખતા,સમયે હેપ્પીબર્થડેપણ સંભળાય
નુતન વર્ષાભિનંદન નવરાત્રી જતાં,દીવાળીએ ઉજવાય
…………એ જ પવિત્ર તહેવારો હિન્દુ ધર્મના, જેને વર્ષે વર્ષ ઉજવાય.

+++++++++++++++++++++++++++++++++++++++++

November 3rd 2015

જન્મ દીવસની ભેંટ

.                        જય શ્રી કૃષ્ણ   

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                        .જન્મ દીવસની ભેંટ

તાઃ૨/૧૧/૨૦૧૫                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ પ્રેમની જ્યોત લઈને,આવ્યા પ્રેમ પારખી લઈ
જન્મ દીવસનો પ્રેમ લેવા,પુ.આરતીબેન પધાર્યા અહીં
……એવા વ્હાલા મોટીબેનને, જન્મદીનની શુભેચ્છા દઈ વંદન કરીએજઈ.
ભાવનગરમાં જન્મ લઈને,માબાપનો પ્રેમ સાચવતા તહીં
ઉજ્વળ જીવનની રાહ મળી,જ્યાં બનેવી થયા ભરતભાઈ
સુરેખાબેનને આનંદ અનેરો,હ્યુસ્ટનમાં બહેનબનેવીને જોઈ
આશીર્વાદ મળે જ્યાં બહેનના,પાવનરાહે સુખ મળ્યુ અહીં
……એવા વ્હાલા મોટીબેનને, જન્મદીનની શુભેચ્છા દઈ વંદન કરીએ જઈ.
મળેલ કૃપા શ્રીરાધેકૃષ્ણની,જ્યાં આધ્યાત્મિક જીવન જીવાય
વ્હાલી દીકરી શૈફાલીના જન્મથી,માબાપને ખુબ આનંદ થાય
બીજી દીકરી અમીના આગમને,અંતરમાં આનંદની વર્ષા થાય
ઉજ્વળ રાહે જીવતા સંતાનને જોઇ આરતીબેનને આનંદ થાય
…….. એવા પ્રેમાળ મોટીબહેન, પ્રભુકૃપાએ સુખશાંન્તિથી વર્ષો જીવી જાય.
==============================================

મારા વ્હાલા મોટીબહેન શ્રીમતી આરતીબેનનો જન્મ નવેમ્બર ૨ ૧૯૫૦ના રોજ
ભાવનગરમાં થયો. તેમનો અનંત અને નિખાલસ પ્રેમ મને જીવનમાં ખુબજ શાંન્તિ
આપે છે. જે મારો અનુભવ છે.આ લખાણ જન્મ દીવસની યાદરૂપે નાની બેન સુરેખા
અને તેના પરિવાર તરફથી વંદન સહિત ભેંટ.
લી.સુરેખાબેન     (હ્યુસ્ટન)               તાઃ૨/૧૧/૨૦૧૫.

« Previous Page