January 11th 2016

આઝાદ ભારત

.     .       .        .        .th_mahatma-gandhi1

.

.

.

.

.

.

.             . આઝાદ ભારત

તાઃ૮/૧/૨૦૧૬                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

શુરવીરોનો જ્યાં સાથ મળે,ત્યાં અજબશક્તિ મળી જાય
ભારતદેશને આઝાદી,શુરવીરોના સંગાથથી મળી જાય
………….એ જ શાન છે ભારતની,જે ગુજરાતીઓ જ લાવી જાય.
અંગ્રેજોની તાકાત હતી,જે જગતમાં સત્તાએ દેખાઈ જાય
ના કોઇની લાયકાત હતી જગતમાં,કે તેમને  આંબી જાય
શુરવીરોનો સંગાથમળતા,ભારતને આઝાદીએ લઈજાય
મહાન આત્મા  ગાંધીજીનો,જેદેશમાં મહાત્માએ ઓળખાય
………….એ જ શાન છે ભારતની,જે ગુજરાતીઓ જ લાવી જાય.
સરદાર હતા વલ્લભભાઈ,જેને ગુજરાતની શાન કહેવાય
આંબી લીધા અંગ્રેજોને દેશમાં,ભારત છોડીને ભાગી જાય
મળીગઈ આઝાદી દેશને,જે દેશવાસીઓને ખુશકરી જાય
માનઅને સન્માન ગુજરાતીઓનું,નાકોઇથી એને અંબાય
………….એ જ શાન છે ભારતની,જે ગુજરાતીઓ જ લાવી જાય.

+++++++++++++++++++++++++++++++++++++++

 

 

January 4th 2016

સન્માનકેડી

.               .સન્માનકેડી

તાઃ૪/૧/૨૦૧૬                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરેલ કર્મ એ દેહને સ્પર્શે,જે જીવને અનુભવથી સમજાય
માનવદેહ મળતા જીવને,કર્મની કેડી સમયથી મેળવાય
…………એ અદભુતલીલા પ્રભુની,જગતમાં કોઇથીય ના છોડાય.
શીતળ કર્મ જીવને સ્પર્શે,જે જીવનમાં શાંન્તિ આપી જાય
ના કળીયુગની કાતરઅડે,કે નામાનવદેહ વ્યર્થ થઈજાય
સરળ જીવન જગે જીવતા,ના દેહને જન્મોજન્મ સહેવાય
ભક્તિપ્રેમને સમજીને ચાલતા,જીવથી સાચી ભક્તિ થાય
…………એ અદભુતલીલા પ્રભુની,જગતમાં કોઇથીય ના છોડાય.
જ્યોત પ્રેમની પ્રગટે જીવનમાં,જ્યાં સત્કર્મ સંગે  જીવાય
અવનીપરનુ આગમન એ દેહ છે,જે મળે જીવને સમજાય
માનવદેહ એ કૃપા પ્રભુની,જે થકી જીવને મુક્તિ મેળવાય
જલાસાંઇની જ્યોત ભક્તિની,જીવને રાહ સાચી દઈ જાય
…………એ અદભુતલીલા પ્રભુની,જગતમાં કોઇથીય ના છોડાય.

+++++++++++++++++++++++++++++++++++++

January 3rd 2016

અજબશક્તિ

.                અજબશક્તિ

તાઃ૩/૧/૨૦૧૬                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીપરના આગમનને જગતમાં,ના રોકી શક્યુ છે કોઇ
એજ અજબશક્તિ છે અવિનાશીની,ના આંબી શક્યુ છે કોઇ
………..પરમકૃપા પરમાત્માની થાય,જ્યાં નિર્મળ ભક્તિ પ્રેમથી થાય
માનવતાનીમહેંક પ્રસરે જીવની,કૃપાએ અનુભવથી દેખાય
કરેલ કર્મ એજ સાંકળ જીવની,અવનીના આગમને સહેવાય
કાયાને જકડે છે જીવના બંધન,અદભુત લીલા એને કહેવાય
ના સાધુ કે સંસારી છુટે અવનીથી,એજ અજબશક્તિ કહેવાય
………..પરમકૃપા પરમાત્માની થાય,જ્યાં નિર્મળ ભક્તિ પ્રેમથી થાય.
મળે જ્યાં મારુ દેહને જીવનમાં,ત્યાં મળેલ સંબંધ જકડી જાય
પરમાત્માની નિર્મળકેડી મળે જીવનમાં,જે ભક્તિથીમેળવાય
શ્રધ્ધાએ સંત જલાસાંઇને ભજતા,સંસારી જીવન સુધરી જાય
કર્મના બંધનની કેડી છુટતાં,અવનીના આગમનનેછોડી જાય
………..પરમકૃપા પરમાત્માની થાય,જ્યાં નિર્મળ ભક્તિ પ્રેમથી થાય

=========================================

January 2nd 2016

આજ કાલ

.                 .આજ કાલ

તાઃ૨/૧/૨૦૧૬                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

આજકાલ એ સમયની સીડી,જગતમાં ના કોઇથી છટકાય
જન્મમરણ એ દેહના બંધન,કર્મના બંધનથી જ મેળવાય
……….આ અદભુતલીલા જગતપિતાની,જીવને સમયે સમજાય.
માગણી જીવની ના અટકે અવનીએ,જ્યાં દેહ  મળી જાય
આગમન વિદાય એ જીવના બંધન,કર્મથીએ સ્પર્શી જાય
કરેલ કર્મો  છે જીવનની જાત્રા,જે આજકાલને જકડી જાય
પશુપક્ષીએ છે સતત આગમન,જે માનવદેહથી સમજાય
……….આ અદભુતલીલા જગતપિતાની,જીવને સમયે સમજાય.
મળે જ્યાં માનવદેહ જીવને,જ્યાં સમજણ સીડીએ ચઢાય
યુગની કેડીએ જીવને જકડે,જે નિર્મળભક્તિએ જ સમજાય
મળેલમાનવદેહ જીવને,જે જલાસાંઈની ભક્તિએછુટીજાય
સાચી પ્રભુની ભક્તિ કરતા,કૃપાએ જીવને મુક્તિ મળી જાય
……….આ અદભુતલીલા જગતપિતાની,જીવને સમયે સમજાય.

++++++++++++++++++++++++++++++++++++++

« Previous Page