April 11th 2016

લગની લાગણી

.               .લગની લાગણી

તાઃ૧૧/૪/૨૦૧૬                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ્યોત પ્રગટે જીવનની,જ્યાં સરળ જીવન જીવાય
લગની લાગી નિર્મળથી,ત્યાંજ પ્રભુકૃપા મળી જાય
………ના માગણી મોહની કેડી મળે,જીવન સુખશાન્તિએ જીવાય.
અવનીપર ના આગમને,જીવને અનેક દેહ દેખાય
કયોદેહ મળ્યો છે જીવને,જે કર્મનાબંધને મેળવાય
સતકર્મની કેડી મળે દેહને,જ્યાં સમજણથી જીવાય
આવી આંગણે આશિર્વાદ મળે,જ્યાં પાવનકર્મ થાય
………ના માગણી મોહની કેડી મળે,જીવન સુખશાન્તિએ જીવાય.
સમજણએ સંસ્કારછે જીવના,સરળજીવન દઈ જાય
પાવનરાહને પકડી ચાલતા,સાચીભક્તિ મળી જાય
અસીમ કૃપાએ જલાસાંઇની,નિર્મળ જીવન જીવાય
મળેલદેહ ના માંગે કાંઇ,જે લગની લાગણી કહેવાય
………ના માગણી મોહની કેડી મળે,જીવન સુખશાન્તિએ જીવાય.
===================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment