August 2nd 2016

Happy Marriage Anniversary

  Happy Marriage Anniversary  

Chandni Patel's photo.

 .              . શ્રી વસંતભાઈ અને વિણાબેન   

પવિત્ર પ્રેમનીગંગા સંગે આણંદથી,તમે હ્યુસ્ટન આવ્યા ભઈ
માતાપિતાના આશિર્વાદ મળતા પાવનરાહ પણ મળી ગઈ
……….એજ કૃપા પરમાત્માની થઈ,જે સંસ્કારી સંતાન આપી ગઈ.
દીકરી શીતલનોપ્રેમ નિખાલસ,જે મેળવેલ સંસ્કારથી દેખાય
પપ્પામમ્મીના આશિર્વાદ મળતા,ઊજ્વળ જીવન જીવી રહી
એજ કૃપા જલાસાંઇની જીવનમાં,પવિત્રભક્તિરાહ મળી ગઈ
લાગણીમોહને દુર રાખતા,જીવનમાં ઉજ્વળકેડી પકડાઈ ગઈ
………..એજ કૃપા પરમાત્માની થઈ,જે સંસ્કારી સંતાન આપી ગઈ.
તનમનથી મહેનત કરી ચાલતા,દીકરો આકાશ પણ હરખાય
પપ્પાએ ચિંધેલ આંગળી પકડતા,સાચુ ભણતર મેળવી જાય
મમ્મીના આશિર્વાદ સંતાનને,પવિત્ર નિખાલસરાહ મળી ગઈ
એજકૃપા પુજ્ય બાદાદાની થઈ,જે ઉજ્વળ જીંદગી આપીગઈ
……….એજ કૃપા પરમાત્માની થઈ,જે સંસ્કારી સંતાન આપી ગઈ.
ભણતરની ઉજ્વળકેડી પકડીચાલતી,દીકરી ચાંદની મળી જાય
વંદન કરી માબાપને જીવનમાં,પવિત્ર પાવનરાહે જીવી જાય
મળે વડીલના આશિર્વાદસંતાનને,નિખાલસ જીવન મળી જાય
એજ પરમાત્માનીકૃપા જે લગ્નના બંધનથી જીવનમાં મેળવાય
……….એજ કૃપા પરમાત્માની થઈ,જે સંસ્કારી સંતાન આપી ગઈ.
=========================================

August 1st 2016

બમ બમ ભોલે

bholenath

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.                 બમ બમ ભોલે

તાઃ૧/૮/૨૦૧૬                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમની પાવનરાહ મળે જીવને,જ્યાં બમ બમ ભોલે સ્મરાય
ઉજ્વળ રાહ પામીને જીવતા,જીવનો જન્મ સફળ થઈ જાય
……….એ જ કૃપા પિતા ભોલેનાથની,સંગે માતા પાર્વતી હરખાય.
અજબ શક્તિશાળી  જગતમાં,જીવને મુક્તિમાર્ગે દઈ જાય
નિર્મળભાવે ભક્તિ કરતા જીવનમાં,ભોલેનાથની કૃપા થાય
ડમડમ ડમડમ ડમરૂ વાગતા,અવનીપર પ્રભાત વર્ષી જાય
પાવન રાહની કેડી મળે જીવને,જ્યાં ગજાનંદની કૃપા થાય
……….એ જ કૃપા પિતા ભોલેનાથની,સંગે માતા પાર્વતી હરખાય.
ૐ નમઃ શિવાય પ્રેરણા ભક્તિની,જે નિર્મળરાહ આપી જાય
શિવ શંકરની નિર્મળ ભક્તિએ,હ્યુસ્ટનમાં દર્શન આપી જાય
મળે માનવતાનીરાહ જીવનમાં,જ્યાં નિખાલસ ભક્તિ થાય
અનંતપ્રેમની કૃપાય મળે જીવને,જ્યાં બમબમ ભોલે ભજાય
……….એ જ કૃપા પિતા ભોલેનાથની,સંગે માતા પાર્વતી હરખાય.

***************************************************

 

August 1st 2016

જીવનો સ્પર્શ

.                 જીવનો સ્પર્શ

તાઃ૧/૮/૨૦૧૬                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

વિદાય આગમન સ્પર્શે જીવને,જ્યાં કળીયુગ મળી જાય
આવનજાવન એ કુદરતની લીલા,જે જીવને જકડી જાય
……….કર્મના બંધન છે જીવના અવતરણ,જન્મ મળતા સહેવાય.
અનેકદેહ અવનીએ મળે,જે અવનીએ દેહ મળતા દેખાય
કર્મકરેલા જીવને જકડે,જગતમાં નાકોઇ જીવથી  છટકાય
માનવદેહ એ છે કૃપાપ્રભુની,જે દેહને સમજણ આપી જાય
જીવને મુક્તિમાર્ગની રાહ મળે,જ્યાં નિખાલસ ભક્તિ થાય
……….કર્મના બંધન છે જીવના અવતરણ,જન્મ મળતા સહેવાય.
પાવનરાહ પામવા જીવનમાં,સંત જલાસાંઇની પુંજા થાય
ભક્તિ રાહની સાચી રાહ જગતમાં,જલાસાંઇથી મળી જાય
અનેકજીવોને ભોજન આપતા,પરમાત્મા પરીક્ષા કરી જાય
માનવજીવનમાં કૃપા સ્પર્શે,જ્યાં સાચી માનવતા સચવાય
……….કર્મના બંધન છે જીવના અવતરણ,જન્મ મળતા સહેવાય.

++++++++++++++++++++++++++++++++++++++++

« Previous Page