August 1st 2017
.
.
. .પ્રેમનીગંગા
તાઃ૧/૮/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલદેહ એજ જીવને છે સ્પર્શે,જગતમાં કરેલ કર્મથી એ મળી જાય
પાવન રાહની પવિત્ર કેડી,પિતા ભોલેનાથની પ્રેમની ગંગાએ મેળવાય
.....શ્રાવણમાસમાં શ્રધ્ધારાખી,માતા પાર્વતી સંગે પતિ ભોલેનાથની પુંજા થાય.
પરમાત્માની કૃપા મળે દેહને,જ્યાં નિખાલસ ભાવના સંગે પુંજન થાય
કરેલ ભક્તિ પુજ્ય શ્રી ભોલેનાથની,સંગે માતા પાર્વતીનો પ્રેમ મેળવાય
ગજાનંદ શ્રીગણપતિએ સંતાન તેમના,જગતને કલમથી પાવન કરીજાય
અદભુત કૃપાળુ ભોલેનાથ છે અવનીપર,જે પવિત્ર ગંગાને વહાવી જાય
.....શ્રાવણમાસમાં શ્રધ્ધારાખી,માતા પાર્વતી સંગે પતિ ભોલેનાથની પુંજા થાય.
આગમન વિદાય એ સંબંધ જીવનો,જે મળેલ દેહથી જ સમજાઇ જાય
જીવનેમળે જ્યાં દેહપશુપક્ષીનો,નાકોઇ સમજણ જ્યાં નિરાધાર રહેવાય
કુદરતની જ્યાં પરમકૃપા મળે જીવને,ત્યાંજ માનવ દેહ મળતા સમજાય
ભક્તિભાવ શ્રધ્ધાએ રાખી પુંજન કરતા,શિવલીંગ પર દુધ અર્ચના થાય
.....શ્રાવણમાસમાં શ્રધ્ધારાખી,માતા પાર્વતી સંગે પતિ ભોલેનાથની પુંજા થાય.
===========================================================
No comments yet.